For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા, અર્ધસૈનિક દળની વધુ 100 કંપની તહેનાત

ઘાટીમાં કડક સુરક્ષા, અર્ધસૈનિક દળની 100 કંપની તહેનાત

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ પુલવામા હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરના હાલાત ભારે ગંભીર છે. તાજા જાણકારી મુજબ ગૃહ મંત્રાલયના એક આદેશ બાદ ઘાટીમાં આકસ્મિક રીતે કેન્દ્રીય અર્ધસૈનિક બળની તહેનાતી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે આ બાબતે એક ચિઠ્ઠી લખીને રાજ્યના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આ અંગે જાણકારી આપી છે.

jammu and kashmir

ચિઠ્ઠી લખીને આપી જાણકારી

ગૃહ મંત્રાલય તરફથી આ ચિઠ્ઠી 22મી ફેબ્રુઆરીએ લખવામાં આવી છે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, 'અમારે જમ્મુ અને કાશ્મીરમાં વધુમાં વધુ અર્ધસૈનિક બળની તહેનાતી કરવી છે. રાજ્યની સરકાર તરફથી અમને 100 કંપનીઓ માટે અનુરોધ કરવામાં આવ્યો છે.' ગૃહ મંત્રાલય રાજ્ય સરકારના અનુરોધ બાદ સીઆરપીએફની 45, બીએસએફની 35, એસએસબીની 10 અને આઈટીબીપીની 10 કંપનીઓને ઘાટીમાં તહેનાત કરવા માટે રવાના કરી રહી છે. અતિરિક્ત બળને આગામી આદેશ સુધી ઘાટીમાં તહેનાત રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

fax message

મંત્રાલયે સીઆરપીએફને અનુરોધ કર્યો છે કે તેઓ તમામ બળોને આઈજીની સાથે આંતરિક સહયોગ કરી તેની તુરંત મૂવમેન્ટ સુનિશ્ચિત કરે. મંગળવારે ઘાટીમાં લાગૂ ધારા 35-એ પર મહત્વની સુનાવણી થવાની છે અને સરકાર કોઈપણ પ્રકારે સુરક્ષામાં કોઈ કમી રાખવા માંગતી નથી.

આ પણ વાંચો- ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખતરનાકઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

English summary
Urgent deployment of Paramilitary forces in Jammu Kashmir by Home Ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X