For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

US Election 2020: ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ માટે તમિલનાડુમાં પોસ્ટર લાગ્યાં

US Election 2020: ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ માટે તમિલનાડુમાં પોસ્ટર લાગ્યાં

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ ભારત સહિત અત્યારે આખી દુનિયાની નજર અમેરિકી પ્રેસિડેન્શિયલ ચૂંટણીના પરિણામો પર છે. પેંસિલવેનિયા, જ્યોર્જિયા, એરિજોના અને નવાડા જેવા રાજ્યોમાં એબસેંટી બેલેટ્સનો પહાડ લાગ્યો છે. જો કે સૌકોઈ પોતાના પસંદીત ઉમેદવારની જીત માટે કામના કરી રહ્યા છે. માત્ર અમેરિકા જ નહિ બલકે ભારતમાં પણ ચૂંટણીના પરિણામો પ્રત્યે જબરો અહેસાસ જોવા મળી રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની સફળતા માટે ભારતમાં દુઆ માંગવામાં આવી રહી છે.

kamala harris

અમેરિકી ઉપે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની ચૂંટણી સફળતાની કામના કરતાં તમિલનાડુમાં આવેલ તેમના પૈતૃક ગામ થુલેસેંદ્રપુરમમાં તેમના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં. જણાવી દઈએ કે કમલા હેરિસ ચૂંટણીમાં અમેરિકી ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનના સાથી છે. કમલા હેરિસ અડધાથી વધુ લોકોની પસંદ પણ બની છે. એનબીસી ન્યૂઝના એક એક્ઝિટ પોલમાં સામે આવ્યું કે અમેરિકાના અડધાથી વધુ એટલે કે 51 ટકા લોકોનું માનવું છે કે કમલા હેરિસ જ દેશની ઉપ રાષ્ટ્રપતિ હોવા જઈએ. સર્વેમાં એ પણ સામે આવ્યું કે માત્ર 53 ટકા લોકોએ જ તેમની ઉમેદવારીનો વિરોધ કર્યો છે. કમલા હેરિસ સામે મેદાનમાં રિપબ્લિકન ઉમેદવાર માઈક પેંસ છે.

US Election 2020: બિડેન- ટ્રમ્પનો ઈંતેજાર લાંબો થઈ શકે, હાર-જીતના એલાનમાં અઠવાડિયાની વાર!US Election 2020: બિડેન- ટ્રમ્પનો ઈંતેજાર લાંબો થઈ શકે, હાર-જીતના એલાનમાં અઠવાડિયાની વાર!

ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ્મેરિકી અધિકારીઓનુ્ં કહેવું છે કે ગુરુવારની સવાર સુધી પરિણામ ઘોષિત કરવાનો કોઈ ઈરાદો નથી. એવામાં રિપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ જો બિડેનને પોતાની જીતમ માટે લાંબો ઈંતેજાર કરવો પડી શકે છે. મિશીગન અને વિસ્કોન્સિનમાં બુધવારે બપોર સુધી જરૂરી વોટની ગણતરીનું કામ થઈ ગયું હતું. અહીં પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને ફાયદો મળ્યો છે. કેટલાક રાજ્ય જેવાં કે નોર્થ કેરોલિનામાં પરિણામને લઈ કન્ફ્યૂઝન બનેલું છે. એબસેંટી બેલેટ્સના કારણે અહીં પરિણામ આગલા અઠવાડિયા પહેલાં આવી શકે તેમ નથી. કોવિડ 19 મહામારીને કારણે લોકોએ આ વખતે મેઈલ-ઈન બેલેટ્સ પર વધુ વિશ્વાસ જતાવ્યો છે. મેઈલ-ઈન બેલેટ્સ એટલે કે ટપાલ દ્વારા પહોંચેલા મતપત્રોની ગણતરીમાં અત્યાર સુધી બિડેનને ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. જ્યારે ઈન-પર્સન વોટ્સ એટલે કે ઈલેક્શન ડે પર પોલિંગ બૂથ પર જઈને થતા વોટિંગમાં ટ્રમ્પને વોટ્સ મળ્યા છે.

English summary
US Election 2020: Village of Tamilnadu showcase poster of Kamala harris
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X