For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trump in India: યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને બાપૂ માટે લખ્યો આ મેસેજ

રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાજઘાટ ગયા. અહીં બંનેએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને પછી વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશ લખ્યો.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે દિલ્લીમાં છે. દિલ્લી તેમના ભારત પ્રવાસનો ત્રીજો અને અંતિમ પડાવ છે. સવારે ટ્રમ્પનુ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ. અહીં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યુ અને સાથે જ 21 તોપોની સલામી પણ આપવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રાજઘાટ ગયા. અહીં બંનેએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને પછી વિઝિટર્સ બુકમાં પોતાનો સંદેશ લખ્યો. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બે વાર રાજઘાટ પર જઈને બાપૂને નમન કર્યુ હતુ.

trump

શું લખ્યુ ટ્રમ્પે રાજઘાટની વિઝિટર્સ બુકમાં

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાજઘાટની વિઝિટર્સ બુકમાં લખ્યુ છે, 'અમેરિકી જનતા, સુંદર અને સંપ્રભુ ભારત સાથે મજબૂતીથી ઉભી છે - જે મહાન મહાત્મા ગાંધીનો એક મહાન દ્રષ્ટિકોણ હતો. આ એક મહાન સમ્માન છે.' ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ રાજઘાટ પર છોડ પણ લગાવ્યો છે. સોમવારે ભારતના પ્રવાસની શરૂઆતમાં ટ્રમ્પે સાબરમતી આશ્રમનો પ્રવાસ કર્યો અને ઘણી મહત્વપૂર્ણ વાતોને જાણી. તેમણે અહીં વિઝિટર્સ બુક પર સાઈન પણ કરી પરંત જે વાત ચોંકાવનારી હતી, તે હતી બાપૂનો ઉલ્લેખ ન થવો. પાંચ વર્ષમાં ભારત આવનારા બીજા અમેરિકી રાષ્ટ્રપતિ છે. તેમની પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ભારત આવ્યા હતા.

સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધી તરફથી દેશની આઝાદી માટે ચલાવવામાં આવેલી ચળવળનુ પ્રદર્શન કરે છે. ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા લગભગ 15 મિનિટ આ આશ્રમમાં રોકાયા હતા. ટ્રમ્પે આશ્રમની વિઝિટર્સ બુકમાં લખ્યુ, 'મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી, આ સુંદર યાત્રા માટે આભાર.' સાબરમતી આશ્રમ, સાબરમતી નદીના કિનારે વસેલુ છે. વર્ષ 1917-1930 સુધી અહીં મહાત્મા ગાંધીનુ નિવાસ સ્થળ હતુ. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત જાપાનના પ્રધાનમંત્રી શિંજો આહે પણ આ આશ્રમનો પ્રવાસ કરી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ બહારના લોકોને દિલ્લીમાં ઘૂસતા રોકવા બૉર્ડર સીલ કરવાની જરૂરઃ CM કેજરીવાલઆ પણ વાંચોઃ બહારના લોકોને દિલ્લીમાં ઘૂસતા રોકવા બૉર્ડર સીલ કરવાની જરૂરઃ CM કેજરીવાલ

English summary
US President Donald Trump's message in the visitor's book at Raj Ghat for India and Mahatma Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X