For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFFCO પ્લાન્ટમાં એમોનિયા ગેસ લીક, 2 અધિકારીઓના મોત, ઘણા કર્મચારીઓની હાલત ગંભીર

મંગળવારે મોડી રાતે ઈફકો પ્લાન્ટ(IFFCO)માં મોટી દૂર્ઘટના થઈ છે. એમોનિયા ગેસ લીકેજથી બે અધિકારીઓના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

Ammonia Gas Leak In IFFCO At Midnight In Prayagraj: એક મોટા સમાચાર પ્રયાગરાજના ફૂલપુરથી છે જ્યાં મંગળવારે મોડી રાતે ઈફકો પ્લાન્ટ(IFFCO)માં મોટી દૂર્ઘટના થઈ છે. અહીં એમોનિયા ગેસ લીકેજથી બે અધિકારીઓ વીપી સિંહ અને અભયનંદનના મોત થઈ ગયા છે. એટલુ જ નહિ ગેસ લીક થવાના કારણે ઈફકોમાં તૈનાત 15થી વધુ કર્મચારીઓની તબિયત ખરાબ થઈ ગઈ છે. બધાને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે યુરિયા ઉત્પાદન એકમમાં પમ્પ લીકેજ બાદ કાલે રાતે 12 વાગ્યા આસપાસ આ ઘટના બની છે. ઘટનાની માહિતી મેળવની પહોંચેલા એક્સપર્ટે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધો. હાલમાં ગેસની લીકેજ બંધ થઈ ચૂકી છે પરંતુ હાલમાં પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે.

gas leak

ગેસ લીક થવાથી બે અધિકારીઓના મોત

મળતી માહિતી મુજબ કાલે રાતે 12 વાગે ફૂલપુર ઈફકોના પી-1 યુનિટમાં જેવુ ગેસ લીક થવાનુ શરૂ થયુ તો ત્યાં હાજર અધિકારી વીપી સિંહે લીકેજને રોકવાની કોશિશ કરી પરંતુ તે આની ચપેટમાં આવી ગયા. તેમને બચાવવા માટે બીજા અધિકારી અભયનંદન પણ દૂર્ઘટના સ્થળે પહોંચ્યા પરંતુ બંને ગંભીર રીતે દાઝી ગયા અને જ્યાં સુધી બાકીના કર્મચારીઓ તે બંને બહાર લઈને આવે ત્યાં સુધીમાં બંનેએ દમ તોડી દીધો. જણાવવામાં આવી રહ્યુ છે કે હોસ્પિટલમાં ભરતી ઘણા લોકો અત્યારે ગંભીર છે. તમને જણાવી દઈએ કે જે સમયે ગેસ લીકેજ થયો એ વખતે 100 કર્મચારી પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. અચાનક ગેસ લીકેજ બાદ કંપનીમાં અફડા-તફડી મચી ગઈ.

'ઈન્ડિયા ફાર્મર્સ ફર્ટીલાઈઝર કોઑપરેટીવ લિમિટેડ'

તમને જણાવી દઈએ કે ફૂલપુરમાં ઈફકો (ઈન્ડિયન ફાર્મર્સ એન્ડ ફર્ટિલાઈઝર કોઑપરેટીવ લિમિટેડ)નો પ્લાન્ટ છે. ઈફકો કે ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કોઑપરેટીવ લિમિટેડ(IFFCO) વિશ્વની સૌથી મોટી ફર્ટીલાઈઝર કોઑપરેટીવ સંસ્થા છે. 40 હજાર કોઑપરેટીવ્ઝ આના મેમ્બર્સ છે. 3 નવેમ્બર 1967માં ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કોઑપરેટીવ લિમિટેડ(ઈફકો)નુ રજિસ્ટ્રેશન એક સહકારી સમિત તરીકે કરવામાં આવ્યુ હતુ. ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર્સ કોઑપરેટીવ લિમિટેડ(ઈફકો)નુ લક્ષ્ય છે, ઉચ્ચ ગુણવત્તાવાળા કૃષિ ઈનપુટ્સની સમયે આપૂર્તિ, પર્યાવરણને અનુરૂપ કૃષિ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે દેશના ખેડૂતોને સમૃદ્ધ બનાવવા, સાથે જ એવુ કામ કરવુ જ તેમના હિતમાં હોય.

અન્ના હજારેને મળ્યા ભાજપના નેતા, કહ્યુ - અમને થોડો સમય આપોઅન્ના હજારેને મળ્યા ભાજપના નેતા, કહ્યુ - અમને થોડો સમય આપો

English summary
Uttar Pradesh: Ammonia gas leak in IFFCO at midnight in Prayagraj, 2 officers died, many serious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X