ઉત્તરપ્રદેશમાં ભાજપની સુનામી, અમિત શાહ રણનીતિ સફળ

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. સવારે 10 વાગ્યા પહેલા જ ઉત્તર પ્રદેશમાં ભાજપને 200 સીટો મળી ગઇ છે. જેણે ઉત્તર પ્રદેશમાં ભાજપની સુનામી સર્જી છે. વર્ષ 2014ની ચૂંટણીમાં જે રીતે ભાજપે ભારે બહુમત મેળવ્યું હતું તે જ રીતે આ વખતે પણ ઉત્તર પ્રદેશમાં ભાજપની સુનામી બતાવી રહી છે કે તેને ભારે બહુમત મળશે. અને સંભાવના છે કે ઉત્તર પ્રદેશનાં ભાજપની સરકાર પણ બને.

modi amit

ત્યારે જ્યાં ઉત્તર પ્રદેશમાં અનેક ભાજપ કાર્યકર્તાઓ ભાજપની આ જીત માટે ફટાકડા ફોડીની ખુશી મનાવી રહ્યા છે. ત્યાં જ અનેક લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને પણ આ જીત માટે અભિનંદન આપી રહ્યા છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપનું જીતવું તેની આવનારી રણનિતી માટે ખૂબ જ મહત્વની વાત હતી. ત્યારે અમિત શાહનો ચૂંટણી પ્રચાર અને નરેન્દ્ર મોદીની રેલીઓ ઉત્તર પ્રદેશમાં ભાજપને આ જીત અપાવી છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

Read also: LIVE: ચારેય રાજ્યોની વિધાનભાની ચૂંટણીનું તમામ અપટેડ મેળવો અહી

English summary
Uttar pradesh BJP tsunami create history again. Its showing that Brand Modi is still working well for BJP.
Please Wait while comments are loading...