For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીઃ કન્નૌજ બસ દૂર્ઘટનામાં 20ના મોત, વળતરનુ એલાન, PM એ વ્યક્ત કર્યુ દુઃખ

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં શુક્રવારે રાતે ભીષણ માર્ગ અકસ્માત થઈ ગયો. અહીંના જીટી રોડ હાઈવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ ગઈ ત્યારબાદ બસમાં ભીષણ આગ લાગી ગઈ. આ દૂર્ઘટનામાં 20 લોકોના મોત થઈ ગયા. વળી, 21 લોકો ઘાયલ છે. કન્નૌજના જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે જણાવ્યુ કે આગ પર કાબુ મેળવી લેવાયો છે. વળી, આ દૂર્ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 21 લોકોને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બસ સંપૂર્ણપણે બળી ગઈ છે. 21 ઘાયલોમાંથી 13ને મેડીકલ કોલેજ તિર્વામાં રિફર કરવામાં આવ્યા છે.

accident

આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની મુખ્યમંત્રીએ ઘોષણા કરી છે. સીએમ યોગીએ ઘાયલોને તત્કાલ ઈલાજ કરાવવાના નિર્દેશ આપીને સમગ્ર મામલે ડીએમ પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. સાથે જ મૃતકોના પરિજનો પ્રત્યે શોક સંવેદના વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે બસ ફરુખાબાદથી જયપુર જઈ રહી હતી. કન્નૌજના છિબરાઉના ઘિલોઈ ગામ પાસે ઝડપથી આવી રહેલી ટ્રક સાથે બસની ટક્કર થઈ ગઈ. જોત જોતામાં બસ આગના ગોળામાં ફેરવાઈ ગઈ.

દૂર્ઘટના નજરે જોનાર સાક્ષીઓનુ કહેવુ છે કે બસ સંપૂર્ણપણે મુસાફરોથી ભરેલી હતી. બસમાં આગ લાગ્યા બાદ ત્યાં અફડાતફડીનો માહોલ બની ગયો. ટક્કર બાદ ભીષણ આગ લાગી ગઈ. લોકોએ બસમાંથી નીકળવાની કોશિશ કરી. નજરે જોનારાની માનીએ તો બસમાં 60થી વધુ લોકો હતા અને બસ આખી ખીચોખીચ ભરેલી હતી. જો કે બસમાંથી માત્ર 10-12 લોકો જ ઉતરવામાં સફળ થઈ શક્યા અને બાકીના લોકો બસમાં ફસાઈ ગયા.

આ પણ વાંચોઃ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારને લાગ્યો તગડો ઝાટકો, સવાલ પૂછ્યાઆ પણ વાંચોઃ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી નોટિસ જાહેર થવાથી યોગી સરકારને લાગ્યો તગડો ઝાટકો, સવાલ પૂછ્યા

English summary
Uttar Pradesh: bus bursts into flames after accident in Kannauj, 20 people died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X