ઉત્તર પ્રદેશમાં ભાભીએ દીયરને ચુંબન કરતા જ દુલ્હનના પરિવારે લગ્ન તોડ્યા
અલીગઢ, 6 ડિસેમ્બર : દીયર અને ભાભીનો સંબંધ તો પ્રેમ અને હંસી મજાકનો હોય છે. પણ આ મજાકમાં જ ક્યારેક હસવામાંથી ખસવું થઇ જતું હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તરપ્રદેશના અલીગઢમાં બન્યો છે. જેમાં ભાભી અને દીયરના આવા જ પ્રેમ અને મજાકને કારણે દીયરના લગ્ન તૂટી ગયા છે.

અલીગઢમાં એક યુવાનના લગ્ન મંડપમાં ફેરા ફરતા પહેલા જ તૂટી ગયા હતા, કારણ કે તેમની ભાભીએ સૌની સામે તેમને ચુંબન કર્યું હતું, આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક અને યુવતી એક બીજાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર મળ્યા હતા.
બંને સોથિયલ સાઇટ પરથી બહાર મુલાકાત કરતા થયા. આ મુલાકાતો વધતી ગઇ અને થોડા સમયમાં યુવક અને યુવતીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ગત ગુરુવાર, 4 ડિસેમ્બર, 2014ના રોજ રાત્રે તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.
લગ્નના દિવસે બધું જ ઠીક ઠાક ચાલી રહ્યું હતું. દરેક લગ્નપ્રસંગની જેમ અહીં પણ જાનૈયાઓ ઉત્સાહ અને મસ્તીમાં હતા. બધા મસ્તીમાં હતા તે સમયે અતિઉત્સાહિત ભાભીએ યુવતીના પરિવારના વડીલો સામે જ પોતાના દીયરને ચુંબન કર્યું હતું. એટલું જ નહીં ભાભી પોતાના દીયરને ડીજેના ડાન્સફ્લોર પર લઇ ગઇ. બસ પછી પૂછવું જ શું. ડાન્સ ફ્લોર અખાડામાં બદલાઇ ગયો.
આ ઘટના બાદ બંને પરિવારમાં ચર્ચા શરૂ થઇ ગઇ. વિવિદ વધતો ગયો. લગ્નમાં આવેલા મહેમાન પોત પોતાના ઘરે ચાલ્યા ગયા. પણ દુલ્હનના ઘરવાળાઓએ દુલ્હાને કેદ કરી લીધો. ત્યાર બાદ બીજા દિવસે દુલ્હાના પરિવારવાળા તેને બચાવીને છોડાવી લઇ ગયા.
ઉત્તરપ્રદેશના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર અલીગઢના મેયર શકુંતલા ભારતી પણ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે જણાવ્યું કે 'આ વ્યક્તિગત પ્રસંગ હતો. પણ હું ત્યાં ઉપસ્થિત હતી એટલે મારે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. બંને પરિવારો સારા અને શિક્ષિત છે. આવી સ્થિતિમાં આ ઘટના થોડી ચોકાવનારી છે. જેના કારણે દુલ્હેરાજાએ લગ્ન કર્યા વિના જ પાછું ફરવું પડ્યું હતું.'












Click it and Unblock the Notifications
