For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડલ નહીં, યુપી મોડેલ ચાલશે: મુલાયમ સિંહ

|
Google Oneindia Gujarati News

mulayam singh yadav
શામલી, 15 જુલાઇ : સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે જ દેશના નેક્સ્ટ પ્રધાનમંત્રી બનશે, એવું સ્પષ્ટપણે માનવું છે સપા સુપ્રીમોનું. શામલીમાં નવનિર્મિત અમૃત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું રવિવારે ઉદઘાટન કરતી વખતે યાદવે જણાવ્યું કે દેશની બંને મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપા પોતાની પ્રાસંગિકતા ગુમાવી ચૂકી છે.

તેમણે જણાવ્યું કે સપા ત્રીજા સૌથી મોટા મોર્ચા તરીકે ઉભરી આવશે. આ બંને દળો પાસે વિકાસનો કોઇ એજન્ડા નથી. આ બંને માત્રને માત્ર ખુરશી બચાવવા અને ખુરશી પામવાના પ્રયાસોમાં લાગેલા છે.

મુલાયમ સિંહ યાદવે એક સવાલના જવાબમાં જણાવ્યું કે યુપીમાં રાહુલની સામે અખિલેશનો ઉલ્લેખ થયો હતો રાહુલ અને અખિલેશનો જવાબ જનતાએ આપી દીધો છે. તેમણે જણાવ્યું કે હું જેલ જવાથી નથી ડરતો જેલમાં હું લાંબો સમય વીતાવી ચૂક્યો છું, તેમણે જણાવ્યું કે રાજનીતિમાં 'અમે સાધુ સંન્યાસી બનાવ નથી આવ્યા' લોકસભા ચૂંટણીમાં અમે ભાજપા અને કોંગ્રેસને બતાવી દઇશું.

મુલાયમ સિંહે જણાવ્યું કે ગુજરાતના રમખાણોમાં મોદી સરકાર જ જવાબદાર હતી. શરદ પવાર પર બોલતા તેમણે જણાવ્યું કે 'શરદ પવાર શા માટે ના બની શકે પ્રધાનમંત્રી? જો તેઓ આ દોડમાં સામેલ હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ તેઓ પણ રક્ષામંત્રી રહી ચૂક્યા છે અને હું પણ.'

કેન્દ્ર સરકાર પર રાજ્યની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવતા યુપીના જ પંચાયત રાજ્યમંત્રીએ જણાવ્યું કે 'અમારા યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવાનો સંકલ્પ કર્યો છે.'

English summary
Uttar pradesh model will acceptable not Gujarat said Mulayam singh yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X