For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં 15મી માર્ચથી વિદ્યાર્થીઓને મળશે લૅપટૉપ : અખિલેશ

|
Google Oneindia Gujarati News

લખનૌ, 24 ફેબ્રુઆરી : જે વિદ્યાર્થીઓએ ગત વર્ષે 12મું ધારણ પાસ કર્યું છે, તેઓ ટુંકમાં જ હાઈકેક શિક્ષણ ક્ષેત્રે પગલું મૂકશે. શક્ય છે કે 15મી માર્ચથી, કારણ કે મુખ્યમંત્રી અખિલેશ યાદવ 12મું ધારણ પાસ વિદ્યાર્થીઓને ટુંકમાં જ લૅપટૉપ પ્રદાન કરવા જઈ રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા મુજબ લૅપટૉપ વિતરણની શરુઆત લખનૌથી 15મી માર્ચે થઈ શકે છે.

akhilesh-yadav

ગત વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાજવાદી પક્ષ એટલે કે એસપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં 12મું ધારણ પાસ વિદ્યાર્થીઓને લૅપટૉપ તથા ટૅબલેટ આપવાનો વાયદો કર્યો હતો અને આ યોજના ઉપર અમલ કરતાં સત્તામાં આવેલા અખિલેશ યાદવે 15મી માર્ચ અગાઉ જ પોતાનો વાયદો પૂર્ણ કરવાની તૈયારી કરી લીધી છે. લૅપટૉપ વિતરણની યોજના તૈયાર થઈ ચુકી છે. કયા વિસ્તારના વિદ્યાર્થીઓને લૅપટૉપ અપાશે, તે પણ નક્કી થઈ ગયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે લૅપટૉપનું વિતરણ પાટનગર લખનૌના વિદ્યાર્થીઓ સાથે શરૂ કરાઈ શકે છે. પછી અન્ય જિલ્લાઓનો વારો આવશે. પહેલા તબક્કામાં લગભગ પાંચ હજાર લૅપટૉપ વિતરિત કરવામાં આવશે. રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને મફત લૅપટૉપ આપવાનું કામ ઝડપથી શરૂ કર્યું છે. તે માટે 21મી ફેબ્રુઆરીના રોજ લખનૌમાં તમામ જિલ્લા અધિકારીઓને બોલાવી પોર્ટલ અપડેટ કરવાની તાલીમ પણ આપવામાં આવી.

English summary
Akhilesh Yadav government is planning to distribute laptops to 12th passed students in Uttar Pradesh from March 15.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X