For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નેતાના બગડ્યા બોલ - વિદ્યા માટે સરસ્વતીને, શક્તિ માટે દુર્ગાને, ધન માટે લક્ષ્મી પટાઓ...

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બંસીધર ભગતનો એક વીડિયો હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઉત્તરાખંડના હલદ્વાનીમાં બાલિકા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બંસીધર ભગતનો એક વીડિયો હાલમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ઉત્તરાખંડના હલદ્વાનીમાં બાલિકા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો કરી રહ્યા છે. વીડિયોમાં ભગતને એમ કહેતા સાંભળી શકાય છે કે બાળકોનો નંબર હંમેશા પછી આવે છે. મહિલાઓને સંબોધિત કરીને તેમણે કહ્યુ કે, 'ભગવાને પણ તમારો પક્ષ લીધો છે. વિદ્યા માંગવી હોય તો સરસ્વતીને પટાઓ, શક્તિ માંગવી હોય તો દુર્ગા અને ધન માંગવુ હોય તો લક્ષ્મીને પટાઓ.'

Bansidhar Bhagat

દેવી-દેવતાઓ માટે કરી વિચિત્ર વાતો

તમને જણાવી દઈએ કે શનિવારે ઉત્તરાખંડમાં હલ્દ્વાનીમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં બંશીધર ભગતે પોતાના ભાષણમાં મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મી માતા પર વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યુ કે, ' આજે આપણે બાલિકાઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવી રહ્યા છે. ભગવાને પણ છોકરીઓને પક્ષ લીધો છે. વિદ્યા માંગો તો સરસ્વતીને પટાઓ, શક્તિ માંગો તો દુર્ગાને પટાઓ. એનો અર્થ એ કે બંને મહિલાઓને આપી દીધા. વિદ્યા પણ તેમનાથી માંગો, બળ પણ તેમની પાસે માંગો અને ધન જોઈએ તો લક્ષ્મીને પટાઓ. પુરુષ પાસે શું છે, એક શિવજી છે, જે પહાડોમાં પડ્યા છે..કપડા-લત્તા કંઈ નથી, ઉપરથી ગળામાં સાપ પડ્યો છે, ઉપરથી ગંગાજી પણ માથે લઈને ફરી રહ્યા છે.'

વિષ્ણુ ભગવાન સમુદ્રના ઉંડાણમાં છૂપાયા છે

ભાજપ ધારાસભ્ય બંશીધર ભગત આટલેથી ના અટક્યા અને તેમણે આગળ કહ્યુ, 'એક બાજુ વિષ્ણુ ભગવાન સમુદ્રના ઉંડાણમાં જઈને છૂપાયા છે. બંનેની બિચારાઓની એકબીજા સાથે વાત પણ નથી થતી. મહિલા સશક્તિકરણ તો પહેલેથી જ ભગવાને કરી દીધુ છે.' બંશીધર ભગતનુ આ વાંધાજનક ભાષણ સાંભળીને કાર્યક્રમમાં હાજર મહિલાઓ અને યુવતીઓ ચોંકી ગઈ. વળી, તેમના આ નિવેદન પર હવે રાજકીય પારો પણ ગરમાઈ રહ્યો છે.

ભાજપના દિગ્ગજ નેતા છે બંશીધર ભગત

તમને જણાવી દઈએ કે બંશીધર ભગતની ગણતરી ભાજપના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને હાલમાં તેઓ ઉત્તરાખંડની કાલાધુંગી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. આ પહેલીવાર નથી જ્યારે બંશીધર ભગત પોતાના નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા હોય. આ પહેલા પણ તેમના અનેક નિવેદનોને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ ઉત્તરાખંડમાં પેપર લીક પ્રકરણ પર બંશીધર ભગતે કહ્યુ હતુ કે સરકાર આ મામલાની તપાસ માટે ગંભીર છે પરંતુ કોંગ્રેસે કોઈ પણ આરોપ લગાવતા પહેલા સમજી લેવુ જોઈએ કે જેણે પાપ ના કર્યુ હોય એ પહેલો પત્થર મારે.

English summary
Uttarakhand BJP MLA Bansidhar Bhagat controversial statement on Hindu God-Goddess
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X