ઉત્તરાખંડના CM પુષ્કર ધામીએ આપ્યો મત, મતદાતાઓને આવી કરી અપીલ
Lok sabha Election 2024: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પોતાની પત્ની સાથે ખટીમામાં મતદાન કર્યા બાદ રાજ્યના લોકોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, લોકશાહીના આ મહાન તહેવારમાં નાગરિકોએ પૂરા ઉત્સાહ સાથે તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ.

મતદાન દ્વારા આપણે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકીએ છીએ અને પોતાના માટે એક મજબૂત અને સક્ષમ સરકાર પસંદ કરી શકીએ છીએ. આપણે બધાએ એક મજબૂત રાષ્ટ્ર, સરહદોની વધુ સારી સુરક્ષા, ગરીબોના ઉત્થાન અને દેશના વિકાસ માટે મતદાન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડની પાંચ લોકસભા સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો પર પહેલા તબક્કામાં મતદાન થવાનું હતું.
ઉત્તરાખંડમાં ટિહરી-ગઢવાલ, ગઢવાલ, અલમોડા, નૈનીતાલ-ઉધમ સિંહ નગર અને હરિદ્વાર લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ સાથે સીએમ ધામીએ રાજ્યની જનતાને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરી છે.
लोकतंत्र के इस महापर्व में नागरिकों को पूरे उत्साह के साथ अपनी प्रतिभागिता सुनिश्चित करनी चाहिए। मतदान के माध्यम से हम राष्ट्र के विकास में योगदान देकर अपने लिए एक सशक्त व सक्षम सरकार चुन सकते हैं।
— Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) April 19, 2024
हम सभी को सशक्त राष्ट्र, सीमाओं की बेहतर सुरक्षा, गरीबों के उत्थान और देश के… pic.twitter.com/pogJ9XY2DA












Click it and Unblock the Notifications
