For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉતરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે આપ્યું રાજીનામુ, કાલે થશે નવા નેતાની પસંદગી

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપ્યું છે. જો કે રાવતે હજી સુધી રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું નથી. તેઓ આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા હતા. બંધારણીય સંકટને ક

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામું આપ્યું છે. જો કે રાવતે હજી સુધી રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું નથી. તેઓ આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને મળ્યા હતા. બંધારણીય સંકટને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. આવતીકાલે દહેરાદૂનમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંત ગૌતમની ઉપસ્થિતિમાં વિધાનસભાની બેઠકમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે. ઉત્તરાખંડમાં 70 બેઠકોવાળી વિધાનસભામાં ભાજપ પાસે 57 ધારાસભ્યો છે. તેમાંથી ગંગોત્રીની ભાજપની એક બેઠક ખાલી છે.

Tirath singh

ઉલ્લેખનિય છેકે આખો દીવસ અટકળો ચાલી રહી હતી કે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવત રાજીનામું આપી શકે છે. મળતી માહિતી મુજબ તેમણે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જ્યારે તેઓ ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ઘરે ગયા ત્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તિરથસિંહ રાવત દિલ્હી પહોંચ્યા હતા, ત્યારથી તેમના રાજીનામા અંગેની અટકળોએ જોર પકડવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા ત્રણ દિવસમાં બંને નેતાઓની આ બીજી બેઠક છે. આ બેઠક બાદ ચર્ચા થઈ હતી કે શું આ ઉત્તરાખંડમાં ફરીથી સત્તા પરિવર્તનની નિશાની છે?

તીરથસિંહ રાવત ત્રણ દિવસ દિલ્હીમાં હતા. જો કે, તે જ રાત્રે, તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બીજા દિવસે તે પાછો દહેરાદૂન જવાના હતા. પરંતુ અચાનક રીટર્ન પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો, ત્યારબાદ તેમને બદલવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

English summary
Uttarakhand CM Tirath Singh Rawat resigns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X