For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગંગોત્રી, ઔલી સહિત પહાડોમાં હિમવર્ષા, ઠંડીનો પ્રકોપ વધ્યો

ઉત્તરાખંડમાં અચાનક વાતાવરણે પલટો ખાધો છે. ગંગોત્રી, કેદારનાથ સહિત ઘણી જગ્યાએ હિમવર્ષા થઈ છે. જુઓ વીડિયો.

|
Google Oneindia Gujarati News

Uttarakhand Snowfall: ઉત્તરાખંડમાં હવામાને ફરીથી કરવટ બદલી છે. પહાડોમાં હિમવર્ષાના કારણે બરફની ચાદર પથરાઈ ગઈ છે. ઉચ્ચ હિમાલયી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા થઈ જેના કારણે મંદિર પરિસર બરફથી ઢંકાઈ ગયુ છે.

ભારે હિમવર્ષા

ભારે હિમવર્ષા

ગંગોત્રી ધામમાં પહાડો બરફથી આચ્છાદિત જોવા મળી રહ્યા છે. આખા વિસ્તાર પર હિમવર્ષાના કારણે ચારે ચરફ બરફનો નઝારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચમોલીના ઔલીમાં ગઈ રાતે ભારે હિમવર્ષા થઈ હતી. જોશીમઠના સુનીલ વૉર્ડમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી છે.

પહાડીઓ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ

ઉત્તરાખંડમાં પહાડોથી લઈને મેદાન સુધીના બધા ક્ષેત્રોમાં હિમવર્ષાના કારણે ઠંડીનો પ્રકોપ ચાલુ છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, ઔલી સહિત ઘણા વિસ્તારોમાં હિમવર્ષથી ઠંડી વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે બદરીનાથ અને કેદારનાથ સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં બુધવારે વર્ષની પ્રથમ હિમવર્ષા થઈ હતી. કેદારનાથમાં આ વર્ષની પ્રથમ હિમવર્ષા થઈ. જેના કારણે આસપાસની પહાડીઓ બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે.

હિમવર્ષા સહિત હળવો વરસાદ

કેદારનાથમાં મંદિર રોડ સહિત મંદિર પરિસર બરફથી ઢંકાઈ ગયુ છે. આ સાથે જ ઠંડીનો પ્રકોપ પણ વધ્યો છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં શુષ્ક રહ્યા બાદ હવે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ચારધામ સહિત અન્ય ઊંચા શિખરો પર મધ્યમ હિમવર્ષા, નીચલા ભાગોમાં હળવો વરસાદ પણ નોંધાયો હતો. હવામાન વિભાગે ગુરુવાર સુધી ઠંડી અને હિમવર્ષા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

English summary
Uttarakhand Snowfall: Gangotri, Auli, Chamoli, kedarnath badrinath heavy snowfall video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X