For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ, અરુણાચલ પ્રદેશના ગામો ખાલી કરવાના સમાચારને ભારતીય સેનાએ કહ્યા Fake News

અસમ અને અરુણાચલ પ્રદેશના લોકો વચ્ચે પણ દહેશતનો માહોલ હતો. આ દહેશતનુ કારણ હતો એક ન્યૂઝ રિપોર્ટ જે અસમની એક ન્યૂઝ પોર્ટલમાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

તેજપુરઃ ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)પર અત્યારે ટકરાવ ચાલુ છે. આ ટકરાવ દરમિયાન જ છેલ્લા બે દિવસથી અસમ અને અરુણાચલ પ્રદેશના લોકો વચ્ચે પણ દહેશતનો માહોલ હતો. આ દહેશતનુ કારણ હતો એક ન્યૂઝ રિપોર્ટ જે અસમની એક ન્યૂઝ પોર્ટલમાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે સેના તરફથી અરુણાચલ પ્રદેશ અને અસમમાં એલએસી પાસે સ્થિત ગામોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યુ છે. સેનાએ રિપોર્ટને ખોટો ગણાવીને આને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.

india-china

ગામ લોકોએ અફવા પર ધ્યાન ન આપવુ

બુધવારે અસમના તેજપુર સ્થિત ડિફેન્સ પીઆરઓ તરફથી આ સમાચાર વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે અસમ અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પાસે સ્થિત ગામોને ખાલી કરવાના કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. સેના તરફથી અરુણાચલ પ્રદેશ અને અસમની જનતાને આવી અફવાઓ પર ધ્યાન ન આપવા માટે કહેવામાં આવ્યુ છે. ડિફેન્સ પીઆરઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતના સમાચારો સંપૂર્ણપણે ખોટા અને મનઘડંત છે અને આ રીતની કોઈ પણ માહિતી લોકો સાથે શેર કરતા પહેલા એક વાર ઑથોરિટીનો સંપર્ક જરૂર કરી લેવામાં આવે.

રિયાને જેલ કે બેલ, મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આજે સુનાવણીરિયાને જેલ કે બેલ, મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં આજે સુનાવણી

English summary
Vacation of Assam and Arunachal Pradesh villages near LAC are fake news clarifies Indian Army.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X