For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વંદે ભારત મિશનઃ જાણો ઘર વાપસી માટે ટિકિટથી લઈ ક્વૉરંટાઈન સુધી કેટલા ચૂકવવા પડશે

વિદેશોમાં ફસાયેલા ભારતીયની ઘર વાપસી અને પછી હોટલોમાં મોંઘા ક્વૉરંટાઈનનો ખર્ચ તેમની કમર તોડવા માટેે પૂરતો છે.

|
Google Oneindia Gujarati News

વિદેશોમાં ફસાયેલા હજારો ભારતીયોની ઘર વાપસીના બીજા તબક્કામાં વંદે ભારત મિશન હેઠળ ભારત સરકારની એર ઈન્ડિયાની ફ્લાઈટો તૈયાર છે પરંતુ વિદેશોમાં ફસાયેલા ભારતીયની ઘર વાપસી અને પછી હોટલોમાં મોંઘા ક્વૉરંટાઈનનો ખર્ચ તેમની કમર તોડવા માટેે પૂરતો છે કે જે લગભગ એક લાખ અનુમાનિત છે.

1 લાખ રૂપિયા ખર્ચ

1 લાખ રૂપિયા ખર્ચ

આમાં અમેરિકા અથવા યુરોપથી ભારત પાછા આવવાની એર ટિકિટ લગભગ 50 હજાર રૂપિયા છે અને ત્યાંથી પાછા આવ્યા બાદ હોટલમાં 14 દિવસ સુધી ક્વૉરંટાઈનને ખર્ચ 50 હજાર શામેલ છે.

મોંઘી હોટલમાં રહેવુ ફરજિયાત

મોંઘી હોટલમાં રહેવુ ફરજિયાત

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના પ્રકોપના કારણે અમેરિકા અને બ્રિટનમાં હજારો છાત્ર, જે લૉકડાઉનના કારણે પોતાની અંશકાલિક નોકરીઓ પહેલેથી ગુમાવી ચૂક્યા છે, જે ઘર વાપસી માટે એર ટિકિટ અને ક્વૉરંટાઈનની ચૂકવણી નથી કરી શકતા જેમને પાછા આવવા માટે 14 દિવસ સુધી મોંઘી હોટલમાં રહેવુ પડે છે.

ઘર વાપસી મુશ્કેલ

ઘર વાપસી મુશ્કેલ

યુકેમાં ભારતીય છાત્રો માટે એક છાત્ર સંગઠન એનઆઈએસએયુના અધ્યક્ષ સનમ અરોરાએ કહ્યુ કે એકલા બ્રિટનમાં 6000-8000 ભારતીય છાત્રોમાંથી ઘણાને યાત્રા અને ક્વૉરંટાઈની મોટી કિંમતે હાલમાં તેમની ઘર વાપસીને મુશ્કેલ બનાવી દીધી છે. જેેમાંથી ઘણા લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી દીધી છે.

આશા પડી ભાંગી

આશા પડી ભાંગી

એર ઈન્ડિયા દ્વારા દેશભક્તિના નામથી ઓતપ્રોત વંદે ભારત મિશનથી હજારો ફસાયેલા ભારતીયોને આશા હતી કે આ રાષ્ટ્રીય વાહક ભૂતકાળમાં મોટાપાયે નિકાસી અભિયાનોની જેમ તેમની પણ મફત ઘર વાપસી કરાવશે. જો કે તેમની આ આશા ત્યારે પડી ભાંગી જ્યારે તેમને ભારતીય દૂતાવાસો પર હસ્તાક્ષર સમયે ખબર પડી કે તેમને ઘર વાપસી માટે એર ટિકિટ અને અનિવાર્ય 14 દિવસીય હોટલ ક્વૉરંટાઈન માટે 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

આત્મનિર્ભરના નામ પર ઘટિયા પ્રોડક્ટ ખરીદવા મજબૂર ન કરી શકે સરકારઆત્મનિર્ભરના નામ પર ઘટિયા પ્રોડક્ટ ખરીદવા મજબૂર ન કરી શકે સરકાર

English summary
Vande Bharat misssion homecoming expenses are quite expensive from ticket to quarantime have to pay
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X