For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વણઝારા વંટોળ : નરેન્દ્ર મોદીનું પીઠબળ બનવા એક થશે ભાજપ?

|
Google Oneindia Gujarati News

ડી જી વણઝારાના પત્ર વંટોળથી દેશના નાગરિકોનો ભરોસો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પરથી ઉઠી જશે તેવું બનવાનું નથી. જો કે આ કારણે ભાજપ દબાણમાં ચોક્કસ આવી ગઇ છે. જેમ દરેક મુસીબત એક નવી તક લાવતી હોય છે તેમ પાર્ટી પર આવી પડેલી આ મુસીબતે નરેન્દ્ર મોદી મુદ્દે ભાજપને એક થવાની તક નિશંકપણે આપી છે.

આ બાબતની ચર્ચા અહીં એટલા માટે મહત્વની છે કે ભાજપને મિશન 2014 પાર પાડવું છે. આ માટે નરેન્દ્ર મોદી જેવા સુકાનીની જરૂર છે. આવા સમયે પાર્ટીમાં જ્યારે નરેન્દ્ર મોદીના નામ પર એકમત સાધી શકાયો ના હોય તો પૂરેપૂરી સંભાવના છે કે આ મિશનમાં અસફળતાનું મોઢું ભાજપે જોવું પડે.

ભાજપ આ મહિને નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની તૈયારી કરી રહી છે એવા સમયે જ વણઝારાના પત્ર વિસ્ફોટથી ભાજપ મૂંઝવણમાં મૂકાઇ છે. તેનું જ પરિણામ હતું કે 5 સપ્ટેમ્બરે શિક્ષણ દિવસ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારે 2017 સુધી ગુજરાતની સેવા કરવી છે.

બીજી તરફ સંઘ ભાજપ પર અગ્રાહ અને દબાણ કરી રહ્યો છે કે નરેન્દ્ર મોદીનું નામ વહેલી તકે જાહેર કરવામાં આવે જેથી ચૂંટણીનો માહોલ અત્યારથી બનાવી શકાય અને વધારે લોકોને ભાજપને મત આપવા માટે મનાવી શકાય. આ માટે ભાજપ જો કેટલાક પગલાં નહીં ભરે તો નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે એમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

મુસીબતમાંથી માર્ગ બનાવવો પડશે

મુસીબતમાંથી માર્ગ બનાવવો પડશે


ભાજપ આ મહિને નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની તૈયારી કરી રહી છે એવા સમયે જ વણઝારાના પત્ર વિસ્ફોટથી ભાજપ મૂંઝવણમાં મૂકાઇ છે. તેનું જ પરિણામ હતું કે 5 સપ્ટેમ્બરે શિક્ષણ દિવસ પ્રસંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારે 2017 સુધી ગુજરાતની સેવા કરવી છે. આવી સ્થિતિમાંભાજપ જો કેટલાક પગલાં નહીં ભરે તો નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે એમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે.

ભાજપે પડકારને તકમાં ફેરવવો પડશે

ભાજપે પડકારને તકમાં ફેરવવો પડશે


ભાજપે ત્વરિત નિર્ણય લઇને વણત્રારાને પત્ર પડકારને તકમાં ફેરવવો પડશે. ભાજપે આંતરિક મત-મતાંતર બાજુ પર રાખીને વહેલી તકે નરેન્દ્ર મોદીને પીએમ પદના ભાજપના ઉમેદવાર ઘોષિત કરવા જોઇએ.

વણઝારાના પત્રને ગેમ ચેન્જર બનતા અટકાવવો

વણઝારાના પત્રને ગેમ ચેન્જર બનતા અટકાવવો


લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપે શરૂ કરેલા મિશન 2014ની ગાડી પાટા પરથી ઉતરી જાય તેની સ્થિતિ આવે એ પહેલા વણઝારાના પત્રને ગેમ ચેન્જર બનતો અટકાવવા ત્વરિત પગલાં લેવા જોઇએ. આ સામે તેમણે વણઝારાને પત્રને લોકલ મુદ્દો બનાવી ઠારી દેવો જોઇએ. આ સામે અનેક રાષ્ટ્રીય મુદ્દાઓને ચર્ચામાં લાવવા જોઇએ

મોદીના આંતરિક વિરોધીઓ છે ખરા?

મોદીના આંતરિક વિરોધીઓ છે ખરા?


મોદીના સમર્થકોનું માનવું છે કે કોંગ્રેસને વણઝારાના પત્રથી ફાયદો થશે. પણ મહત્વની બાબત એ છે કે કોંગ્રેસને મદદ કરનારા આ કૃત્યને અંજામ આપવા પાઠળ ક્યાંક નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા મિત્રો જ ફૂટી ગયા નથી ને?

ભાજપે લાંબા ગાળાનો લાભ જોવો જોઇએ

ભાજપે લાંબા ગાળાનો લાભ જોવો જોઇએ


ભાજપે આફતના સમયે નરેન્દ્ર મોદીનું પીઠબળ બનવું જોઇએ. આ માટે પાર્ટીમાં જે મોદી વિરોધી નેતાઓ છે તેમણે પોતાનો સ્વાર્થ બાજુ પર મુકીને પક્ષને લાંબા ગાળે શેંમાં ફાયદો છે તે તરફ ધ્યાન આપવું જોઇએ. આમ કરવાથી 2014માં દિલ્હીની ગાદી પર કબ્જો મેળવવાનો સરળ થઇ જશે.

ભાજપે પડકારને તકમાં ફેરવવો પડશે
ભાજપે ત્વરિત નિર્ણય લઇને વણત્રારાને પત્ર પડકારને તકમાં ફેરવવો પડશે. ભાજપે આંતરિક મત-મતાંતર બાજુ પર રાખીને વહેલી તકે નરેન્દ્ર મોદીને પીએમ પદના ભાજપના ઉમેદવાર ઘોષિત કરવા જોઇએ.

વણઝારાના પત્રને ગેમ ચેન્જર બનતા અટકાવવો
લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપે શરૂ કરેલા મિશન 2014ની ગાડી પાટા પરથી ઉતરી જાય તેની સ્થિતિ આવે એ પહેલા વણઝારાના પત્રને ગેમ ચેન્જર બનતો અટકાવવા ત્વરિત પગલાં લેવા જોઇએ. આ સામે તેમણે વણઝારાને પત્રને લોકલ મુદ્દો બનાવી ઠારી દેવો જોઇએ. આ સામે અનેક રાષ્ટ્રીય મુદ્દાઓને ચર્ચામાં લાવવા જોઇએ.

મોદીના આંતરિક વિરોધીઓ છે ખરા?
મોદીના સમર્થકોનું માનવું છે કે કોંગ્રેસને વણઝારાના પત્રથી ફાયદો થશે. પણ મહત્વની બાબત એ છે કે કોંગ્રેસને મદદ કરનારા આ કૃત્યને અંજામ આપવા પાઠળ ક્યાંક નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા મિત્રો જ ફૂટી ગયા નથી ને?

ભાજપે લાંબા ગાળાનો લાભ જોવો જોઇએ
ભાજપે આફતના સમયે નરેન્દ્ર મોદીનું પીઠબળ બનવું જોઇએ. આ માટે પાર્ટીમાં જે મોદી વિરોધી નેતાઓ છે તેમણે પોતાનો સ્વાર્થ બાજુ પર મુકીને પક્ષને લાંબા ગાળે શેંમાં ફાયદો છે તે તરફ ધ્યાન આપવું જોઇએ. આમ કરવાથી 2014માં દિલ્હીની ગાદી પર કબ્જો મેળવવાનો સરળ થઇ જશે.

English summary
Vanzara Twister : Will be BJP united to be backed up Narendra Modi?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X