For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીરશૈવ-લિંગાયત નેતાઓ યેદિયુરપ્પાનું મુખ્યમંત્રી પદ બચાવવા મેદાનમાં

|
Google Oneindia Gujarati News

યેદિયુરપ્પાને સત્તા પરથી હટાવવાની અટકળો ફરી તીવ્ર થતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અખિલ ભારતીય વીરશૈવ મહાસભાના પ્રમુખ શમાનુર શિવશંકરપ્પાએ કહ્યું કે સમુદાય તેમની સાથે મજબુતીથી ઉભો છે. યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી હટાવવા મામલે ભાજપમાં ચાલી રહેલા મંથન સમાચારો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, "ભાજપના નેતૃત્વએ એસ નિજલિંગપ્પા, વિરેન્દ્ર પાટિલ, જે.એચ.પટેલ અને એસ.આર. બોમ્મઇના ઈતિહાસ યાદ કરી લેવા જોઈએ. જો તે આવું કંઈ પણ કરવાનો પ્રયાસ કરશે તો પોતાનો વિનાશ કરશે.

karnataka chief minister

આ પ્રભાવશાળી સમુદાયના કેટલાય સંતો અને આગેવાનોએ 78 વર્ષીય લિંગાયત નેતાને મુખ્યમંત્રી પદેથી હટાવવા સામે ભાજપને ચેતવણી આપી છે. કર્ણાટકમાં લિંગાયત લગભગ 16 ટકા છે. વીરશૈવ-લિંગાયત સમુદાયને ભાજપની મહત્વપૂર્ણ વોટબેંક માનવામાં આવે છે.

શમાનુર શિવશંકરપ્પાએ વધુમાં કહ્યું કે, વીરશૈવ મહાસભા તેમની સાથે ઉભી છે. યેદિયુરપ્પા છે ત્યાં સુધી ભાજપ રહેશે. જો યેદિયુરપ્પાને પરેશાન કરાશે તો તેનો અંત આવશે. લિંગાયત સમુદાયના અન્ય કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એમ.બી. પાટીલે પણ ચેતવણી આપી હતી કે જો ભાજપ યેદિયુરપ્પા જેવા નેતા સાથે ખરાબ વ્યવ્હાર કરે છે તો ભાજપ લિંગાયતોના રોષનો બની શકે છે. ભાજપે યેદિયુરપ્પાના યોગદાનનું મહત્વ સમજવું જોઈએ અને તેમની સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ, આ મારો અંગત મત છે, હું સમજું છું કે સૂચિત ફેરફાર એ ભાજપનો આંતરિક મામલો છે.

જો કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનને વીરશૈવ-લિંગાયત સમુદાયમાં પોતાનુું સમર્થન વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કે બીજી તરફ ચિત્રદુર્ગના જગદગુરુ મુરુઘરાજેન્દ્ર મઠના વડા મુરુઘ શરાણુ બાલેહોન્નૂનના રાંભપુરી પીઠના શ્રી વીર સોમેશ્વર શિવાચાર્ય સ્વામી અને શ્રીશૈલ જગદગુરુ ચન્ના સિદ્ધધર્મ પંડિતારાધ્યા જેવા સંપ્રદાયોના પ્રમુખ સાધુ સંતોએ પણ યેદિયુરપ્પાને પદ પર જાળવી રાખવા વકિલાત કરી છે અને પદેથી હટાવવા સામે ચેતવણી આપી છે.

વીર સોમેશ્વરા શિવાચાર્ય સ્વામીએ કહ્યું કે, યેદિયુરપ્પાને હટાવવાથી ભાજપ માટે ખરાબ પરિણામોઆ આવશે.સિદ્ધધર્મ પંડિતારાધ્યાએ કહ્યું, "યેદિયુરપ્પા કદાચ વૃદ્ધ થયા હશે, પરંતુ તે હજી પણ કાર્યરત છે. તેને તેમના પદ પર ચાલુ રાખવા જોઈએ.

કેટલાક વિશ્લેષકો કહે છે કે યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન મઠો અને ધાર્મિક સંસ્થાઓને ઉદારતાપૂર્વક અનુદાન આપ્યું હતું, જેનાથી તેમનામાં વિશ્વાસ વધવા લાગ્યો છે. યેદિયુરપ્પાને મુખ્ય પ્રધાન પદ પરથી હટાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે, તેમના પુત્ર અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ બી વાય વિજયેન્દ્રએ તાજેતરમાં વીરશૈવ લિંગાયત સમુદાયના અગ્રણી સાધુ સંતો સાથે યોજી હતી, જેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરનારા બાલેહોસુર મઠના ડિંગાલેશ્વર સ્વામીએ કહ્યું કે, યેદિયુરપ્પાએ ફક્ત એટલું જ કહ્યું છે કે તેઓ આ મુદ્દે કંઇપણ બોલવાની સ્થિતિમાં નથી અને તેમણે હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરવું પડશે. તેણે બીજું કશું કહ્યું નહીં. મુખ્યમંત્રીને મળ્યા બાદ સ્વામીએ પત્રકારોને કહ્યું કે જ્યારે અમે યેદિયુરપ્પાને પૂછ્યું કે ખરેખર શું થયું છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ આ અંગે કોઈ ટિપ્પણી કરશે નહીં અને હાઈકમાન્ડનો નિર્ણય અંતિમ છે. તેમણે વધુમાં કહ્યું કે સંતોનો સર્વસંમત અભિપ્રાય છે જે યેદિયુરપ્પાને ન હટાવાય. જો આવુ કરવામાં આવશે તો બીજેપીએ આગામી દિવસોમાં ભયંકર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે પરિવર્તનની શી જરૂર છે? અમે નવા નેતાઓને આગળ લાવવા સામે નથી.

English summary
Veershaiva-Lingayat leaders in the fray to save Yeddyurappa's chief ministership
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X