ગુજરાત-રાજસ્થાનમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના, એમપી-ઓરિસ્સામાં પૂરનો પ્રકોપ
હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
નવી દિલ્લીઃ હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરી કોંકણમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાત-રાજસ્થાનમાં આજે ભારે વરસાદની સંભાવના
રાજસ્થાનના અજમેર, ભીલવાડા, બાંસવાડા, બુંદી, ચિત્તોડગઢ સહિત રાજ્યના પૂર્વ વિસ્તારોનના ઘણા ભાગોમાં ભારે વરસાદ, વળી, પશ્ચિમી વિસ્તારોના બાડમેર, બીકાનેર, નાગોર જિલ્લાઓમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. વળી, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં આજે આંધી તોફાનના પણ અણસાર છે. આ કારણે વિભાગે એલર્ટ આપેલી છે.

એમપી-ઓરિસ્સામાં પૂરનો પ્રકોપ
તમને જણાવી દઈએ કે એમપી અને ઓરિસ્સામાં ભારે વરસાદ બાદ આવેલ પૂરના કારણે લોકોની જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના પૂરવાળા વિસ્તારોમાં શનિવારે ભારે વરસાદ બાદ લોકોને બચાવવા માટે સેના બોલાવવામાં આવી હતી. વળી, સીએમ શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પીએમ મોદી સાથે પણ વાત કરી હતી. રાજ્યમાં આઠ લોકોના મોત થયા છે. 12 જિલ્લાા 454 ગામના 7000થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં વરસાદથી હાલ બેહાલ
મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભમાં ઘણા જિલ્લાઓમાં પૂર આવ્યુ છે. આમાં નાગપુર, ચંદ્રપુર, ભંડારા અને ગઢચિરોલી શામેલ છે. મધ્ય પ્રદેશના ચૌરાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યુ છે. ઓરિસ્સામાં બ્રાહ્મણી નદીએ વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. જાજપુર જિલ્લાાં પાણીનો સૌથી વધુ આતંક છે. અહીં સેંકડો લોકો બેઘર થઈ ગયા છે. હવામાન વિભાગે આજે પણ અહીં એલર્ટ આપ્યુ છે.

દિલ્લીમાં આવતા છ દિવસ માટે જારી થયુ એલર્ટ
દિલ્લીમાં આવતા છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન છે. જ્યારે કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે માટે ઉડુપી, દક્ષિણ કર્ણાટકમાં યલો એલર્ટ જારી થયુ છે. યુપીના ઘણા વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી ભારે વરસાદના અણસાર છે. જેના માટે અહીં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
