જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું 88 ઉંમરે નિધન

Written By:
Subscribe to Oneindia News

કોલકત્તામાં હદય રોગના હુમલાના કારણે જાણીતા શાસ્ત્રીય ગાયિકા ગિરિજા દેવીનું નિધન થયું છે. મંગળવારે મોડી રાતે 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા છે. ઠુમરી ક્વીનના હુલામણા નામે ગિરિજા દેવીને ઓળખવામાં આવતા હતા. તેમની મોત કોલકત્તાના બિરલા નર્સિંગ હોમ ખાતે રાતે લગભગ 8.55 પર થઇ હતી. તમને જણાવી દઇએ કે ઠુમરી ગાયિકા ગિરિજા દેવી ખાલી ભારતમાં જ વિશ્વભરમાં પ્રખ્યાત હતી. તેમને ઠુમલીની રાણી કહેવામાં આવતું હતું. અને તે જ્યારે ગાતી ત્યારે સાક્ષાતમાં સરસ્વતીનું વરદાન તેમને મળ્યું હોય તેટલો અદ્ધભૂત અવાજ તેમનો લાગતો હતો.

Girija Devi

ગિરિજા દેવીએ વર્ષ 1949માં ઇલ્હાબાદથી ઓલ ઇન્ડિયા રેડિયોથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ગિરિજા દેવીને પદ્મ ભૂષણના સન્માનથી પણ વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સંગીત નાટક એકેડમી એવોર્ડ અને સંગીત નાટક એકેડમી ફેલોશિપ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારે તેમના નિધનથી સંગીત જગતે તેની એક અદ્ઘભૂત ગાયિકા ગુમાવી છે.

English summary
veteran classical singer girija devi passes away kolkata due to cardiac arrest.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.