વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2023 - મુંબઈ ખાતે 11 ઓક્ટોબરે ભવ્ય રોડ શોનું આયોજન, CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit): જાન્યુઆરી-2024માં યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શ્રેણી અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ સમિટ સંલગ્ન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
જે અંતર્ગત આગામી તારીખ 11મી ઓક્ટોબર, 2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મુંબઈ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ ખાતે યોજાનાર આ રોડ શોની માહિતી આપતા જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રોડ શો મુખ્યત્વે બે ભાગમાં આયોજિત કરવામાં આવ્યો છે.
જેમાં પ્રથમ ભાગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીવીએસ, ગોદરેજ, પાર્લે એગ્રો, એલ એન્ડ ટી સહિતની 12 જેટલી મોટી કંપનીઓના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રી વન ટુ વન બેઠક કરશે.
જ્યારે બીજા ભાગમાં 500 થી વધુ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ તથા મુંબઈ સ્થિત કોનસોલેટ જનરલ તથા ડિપ્લોમેટ્સ સાથે મળીને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુપ્તાએ ઉમેર્યું હતું કે, આ રોડ શો દરમિયાન મુખ્યમંત્રી દ્વારા તમામ ઉદ્યોગપતિઓ તથા ડિપ્લોમેટ્સને ગુજરાત ખાતે આયોજિત થનાર વાઇબ્રન્ટ સમિટની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
એટલું જ નહીં, ગુજરાતમાં રોકાણ માટેની ક્ષમતા અને તકો ઉપરાંત ઉદ્યોગ માટેની સરળ નીતિઓ અંગે ઉદ્યોગકારોને માહિતગાર કરવા માટે પ્રેઝન્ટેશન આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
