ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટરે હટાવ્યુ બ્લુ ટીક
માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અધિકૃત પર્સનલ ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિક હટાવ્યુ છે.
નવી દિલ્લીઃ માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વિટરે ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના અધિકૃત પર્સનલ ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિક હટાવ્યુ છે. આ માહિતી શનિવાર(5 જૂન)ના રોજ ઉપરાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આપવામાં આવી છે. ટ્વિટરના બ્લુ ટિકનો અર્થ થાય છે અકાઉન્ટ વેરીફાઈડ થવુ. ટ્વિટરે એમ. વેંકૈયા નાયડુના હેન્ડલથી બ્લુ ટીક હટાવીને તેમનુ અકાઉન્ટ અનવેરીફાઈડ કરી દીધુ છે. ટ્વિટરે આ પગલુ કેમ લીધુ છે તેના વિશે હાલમાં કોઈ માહિતી આવી નથી. વળી, એમ. વેંકૈયા નાયડુએ પણ આના પર પોતાની કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ટ્વિટરે શનિવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના પર્સનલ ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિક હટાવ્યુ છે. જો કે ભારતના ઉપરાષ્ટ્રપતિ @VPSecretariatના અધિકૃત હેન્ડલ પર હજુ પણ બ્લુ ટીક છે. જેના 9.3 લાખ ફૉલોઅર્સ છે. વેંકૈયા નાયડુના પર્સનલ હેન્ડલ પર 13 લાખથી વધુ ફૉલોઅર્સ છે જેની બ્લુ ટિક હટાવવામાં આવી છે.
જાણો બ્લુ ટીક સાથે જોડાયેલી વાતો
ટ્વિટર પર બ્લુ ટીક(બેજ) લોકોને એ જણાવે છે કે હેન્ડલ પ્રમાણિત છે. બ્લુ ટીક મળેલા ટ્વિટર હેન્ડલે પોતાનુ અકાઉન્ટ હંમેશા સક્રિય રાખવાનુ હોય છે. ટ્વિટર મોટાભાગે બ્લુ ટીક સરકારી કંપનીઓ, બ્રાંડ અને બિન-લાભકારી સંગઠન, સમાચાર સંગઠન અને પત્રકાર, મનોરંજન, રમતગમત અને ગેમિંગ, કાર્યકર્તા, આયોજક અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓને જ આપે છે.
ટ્વિટર કોઈ પણ સમયે અને કોઈ સૂચના વિના કોઈનુ પણ બ્લુ ટિક હટાવી શકે છે. જો લોકો પોતાનુ અકાઉન્ટ નામ @handle) બદલે તો તે બ્લુ ટિક કે બેજ ગુમાવી શકે છે. ટ્વિટરની શરતો મુજબ જો કોઈ યુઝર પોતાના ટ્વિટર હેન્ડલનુ નામ બદલે કે કોઈનુ અકાઉન્ટ ડેડ થઈ જાય તો ટ્વિટર આવી સ્થિતિમાં પણ બ્લુ ટીક હટાવી લે છે. આ સિવાય જો યુઝર શરૂઆતમાં જે નામથી પોતાનુ અકાઉન્ટ બનાવ્યુ હતુ તે દરમિયાન ટ્વિટરે તેને વેરિફાઈડ કર્યુ હતુ પરંતુ ઘણા સમય સુધી હેન્ડલ પર કોઈ એક્ટિવિટી ન થવાની સ્થિતિમાં પણ કંપની તેને અનવેરિફાઈડ કરી દે છે.












Click it and Unblock the Notifications
