For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીને મળવા પહોંચ્યા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

એમ્સમાં ભરતી ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

એમ્સમાં ભરતી ભાજપના રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. તબિયત બગડ્યા બાદ શુક્રવારે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ)મા ભરતી કરવામાં આવેલ જેટલીની ખબર પૂછવા માટે શનિવારે સવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમને મળવા પહોંચ્યા. તે લગભગ 20 મિનિટ હોસ્પિટલમાં રોકાયા. ડૉક્ટરોએ ઉપરાષ્ટ્રપતિને જણાવ્યુ કે જેટલીની હાલત સ્થિર છે, તે આઈસીયુમાં ભરતી છે.

Venkaiah Naidu

લાંબા સમયથી બિમાર અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એમ્સ લાવવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ભાજપના ઘણા મોટા નેતા તેમની ખબર પૂછવા એમ્સ પહોંચ્યા હતા.

મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહેલા 67 વર્ષના જેટલીએ 17મી લોકસભા માટે ચૂંટણી બાદ પોતાના ખરાબ આરોગ્યના કારણે એનડીએ-2માં મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં તે ઈલાજ માટે દેશની બહાર ગયા હતા. તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. દોઢ-બે વર્ષથી તે સતત પોતાની ખરાબ તબિયત સામે ઝઝૂમી રહ્યા છે.

આ પણ વાંચોઃ NDTVના સંસ્થાપક પ્રણોય રૉય અને તેમની પત્નીને એરપોર્ટ પર રોકવામાં આવ્યાઆ પણ વાંચોઃ NDTVના સંસ્થાપક પ્રણોય રૉય અને તેમની પત્નીને એરપોર્ટ પર રોકવામાં આવ્યા

English summary
Vice President Venkaiah Naidu visiting Arun Jaitley admit in AIIMS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X