સપા નેતાનો બફાટઃ રાહત શિબિરોમાં રહેનારાઓને ગણાવ્યા ભિખારી

Posted By:
Subscribe to Oneindia News
Muzaffarnagar-riot--camp
લખનઉ, 2 ફેબ્રુઆરીઃ મુઝફ્ફરનગર રમખાણ પીડિતોના જખમો પર મીઠું ભભરાવતા સમાજવાદી પાર્ટીના નેતા અતીક અહમદે કહ્યું કે, રાહત શિબિરોમાં રહી રહેલા લોકો ‘પેશેવર ભિખારી' હતા.

પૂર્વ સાંસદ અહમદે કહ્યું, ‘ દરેક તબક્કામાં અને દરેક સમાજમાં પેશેવર ભિખારી મળી આવે છે. દરેક જાણે છે કે, તેમાંથી કેટલાક ભિખારી રાહત શિબિરોમાં દાખલ થઇ જાય છે.' અહમદે કહ્યું, ‘પીડિતોને 15 લાખ રૂપિયા અને નોકરીઓ આપવામાં આવી, પરંતુ શિબિરોમાં જે લોકોને દર્શાવવામાં આવ્યા, તે પેશેવર ભિખારી હતા.'

સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના પૈતૃક ગામ સૈફઇમાં વાર્ષિક ‘સેફઇ મહોત્સવ' આયોજિત કરવાના મુદ્દે તાજેતરમાં જ પાર્ટી નેતૃત્વની આકરી ટીકા કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ પાર્ટીમાં બૉલીવુડ સેલિબ્રિટી સલમાન ખાન, માધુરી દિક્ષિત સહિતના કલાકારોના નામ પણ જોડાયા બાદ વિવાદ ઘણો વકર્યો હતો.

English summary
Rubbing salt into the wounds of Muzaffarnagar riot victims, SP leader and former MP Atiq Ahmed Saturday said those still living in the relief camps were “professional beggars”.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.