For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન સંકટઃ BTP ધારાસભ્યએ વીડિયો શેર કરી કહ્યુ - અમને કેદ કરી લીધા છે

રાજસ્થાનમાં અત્યારે રાજકીય પારો ચરમ સીમા પર છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય રમત યથાવત છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં અત્યારે રાજકીય પારો ચરમ સીમા પર છે. મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે રાજકીય રમત યથાવત છે. સચિન પાયલટના વિદ્રોહથી સીએમ અશોક ગહેલોતની ખુરશી પર સંકટ મંડરાઈ રહ્યુ છે. વળી, કોંગ્રેસ પાર્ટીએ મોટી કાર્યવાહી કરીને સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ પદ અને ઉપમુખ્યમંત્રી પદેથી હટાવી દીધા છે. સાથે જ પાયલટ સમર્થક મંત્રીઓને પણ હટાવી લેવાયા છે. સચિન પાયલટ ઉપરાંત વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીમંડળથી બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રશાસનની દાદાગિરીની વાત કહી

પ્રશાસનની દાદાગિરીની વાત કહી

આ દરમિયાન ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ધારાસભ્ય રાજકુમાર રોતે પોતાનો એક વીડિયો જારી કરીને પોલિસ પ્રશાસનની દાદાગિરીની વાત કહી છે. તેમણે વીડિયોમાં કહ્યુ કે અમને એક રીતે કેદ કરીને રાખવામાં આવ્યા છે. અમારી ચારે તરફ પોલિસને લગાવી દેવામાં આવી છે અને નીકળવા દેવામાં નથી આવી રહ્યા. અમારી કારની ચાવી પણ લઈ લીધી છે. રાજ્યમાં જે સંકટ પેદા થયુ છે તેમાં દરેક જણ એમ જ કહી રહ્યુ છે કે અમારી સાથે ચલો, અમારી સાથે ચલો, અમને ક્યાંય જવા નથી દેતા.

ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ આપ્યો અશોક ગહેલોતને ઝટકો

તમને જણાવી દઈએ કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ પણ સીએમ અશોક ગહેલોતને ઝટકો આપ્યો છે. પાર્ટીએ પોતાના 2 ધારાસભ્ય રાજકુમાર રોત અને રામપ્રસાદ ડિંડોરને વ્હિપ જારી કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે તમને બંનેને આદેશ આપવામાં આવે છે કે રાજસ્થાનની વર્તમાન રાજકીય સંકટમાં તમે વિધાનસભાના ફ્લોર ટેસ્ટિંગમાં કોંગ્રેસ અને ભાજપમાંથી કોઈને પણ વોટ નહિ આપો અને ના સચિન પાયલટ કે અશોક ગહેલોતનો વોટ આપશો. ઉલ્લેખનીય છે કે રામ પ્રસાદ ડિંડોર સાગવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે રામકુમાર રોત ચોરાસી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે.

સચિન પાયલટ ભ્રમિત થઈને ભાજપની જાળમાં ફસાઈ ગયા

સચિન પાયલટ ભ્રમિત થઈને ભાજપની જાળમાં ફસાઈ ગયા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે સચિન પાયલટ ભ્રમિત થઈને ભાજપની જાળમાં ફસાઈ ગયા અને કોંગ્રેસ સરકારને પાડવામાં લાગી ગયા. છેલ્લા 72 કલાકથી કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટ અને અન્ય નેતાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ તરફથી સતત સચિન પાયલટને મનાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમણે સતત દરેક વાતને નકારી. સોમવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત પી ચિદમ્બરમ અને કેસી વેણુગોપાલે તેમનો સંપર્ક કર્યો હતો. કોંગ્રેસ સૂત્રોનુ કહેવુ છે કે પાયલટ સમજૂતી માટે રાજી ન થયા. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો પણ ઈનકાર કર્યો માટે તેમને બધા પદેથી હટાવવામાં આવ્યા છે.

અંકિતા લોખંડેએ એક મહિના બાદ સુશાંતની યાદમાં શેર કર્યો આ ફોટોઅંકિતા લોખંડેએ એક મહિના બાદ સુશાંતની યાદમાં શેર કર્યો આ ફોટો

English summary
Video: BTP (Bhartiya Tribal Party) MLA from Rajasthan, alleges police not letting him move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X