
આવતી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 300 સીટ નહિ જીતી શકેઃ ગુલામ નબી આઝાદ
નવી દિલ્લીઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. બુધવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને સંબોધિત કરીને પૂર્વ મુખ્યમંત્રી ગુલાન નબી આઝાદે કહ્યુ કે 'હું કોઈને ભ્રમમાં નથી રાખવા માંગતો, મને નથી લાગતુ કે આવતી લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટી 300 સીટો જીતી શકશે કારણકે સ્થિતિ હજુ પણ પાર્ટીના હિસાબે નથી.'
આર્ટિકલ 370 માટે ગુલામ નબી આઝાદે કહ્યુ કે, 'ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 રદ કર્યુ છે માટે તે તેને લાગુ નહિ કરે, કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. જો હું તમને સહુને કહુ કે હું આને પાછો લાવીશ, તો આ જૂઠ હશે અને તમારી સાથે ખોટી વાત કરવા સમાન ગણાશે.' જો કે તેમણે એ પણ કહ્યુ કે, 'આપણને પોતાના દેશ પર ગર્વ છે કે આપણે સહુ અહીં શાંતિથી રહીએ છીએ. સરકારો આવે છે અને જાય છે. કોઈ હંમેશા માટે નથી. જો કોઈ હંમેશા માટે છે તે છે પરસ્પર ભાઈચારો માટે આપણે તેને બચાવીને રાખવાનો છે.'
પાર્ટીના અમુક નેતાઓને ખરાબ લાગી શકે છે આઝાદનુ નિવેદન
ગુલામ નબી આઝાદનુ આ પ્રકારનુ નિવેદન પાર્ટીના અમુક લોકોને ન ગમી શકે કારણકે આઝાદ પહેલેથી જ પાર્ટીના અમુક લોકોના નિશાના પર છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે જ્યારે પીએમ મોદીની પ્રશંસા કરી હતી ત્યારથી તે પાર્ટીના અમુક લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તો જમ્મુમાં ખુલીને તેમનુ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને તેમના પૂતળા પણ બાળ્યા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓનુ કહેવુ હતુ કે કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદને આટલુ સમ્માન મળ્યુ છે અને જ્યારે આજે કોંગ્રેસ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે ત્યારે તે પીએમ મોદીના ગુણગાન કરી રહ્યા છે, આ યોગ્ય નથી.
શું કહ્યુ હતુ ગુલામ નબી આઝાદે?
તમને જણાવી દઈએ કે ગુલામ નબી આઝાદે જમ્મુમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જમીન સાથે જોડાયેલ નેતા કહ્યા હતા. આઝાદે કહ્યુ હતુ કે, 'પીએમ મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે પરંતુ આજે પણ તે ખુદને ચાવાળાનો દીકરો કહીને સંબોધિત કરે છે, એ તેમનુ મોટપણ છે. વ્યક્તિ એ જ છે, જે પોતાની જડ અને ઓળખને નથી ભૂલતો. તેના માટે હું તેમની દિલથી પ્રશંસા કરુ છુ.'
#WATCH | Addressing a rally in J&K's Poonch, former CM & senior Congress leader Ghulam Nabi Azad on Wednesday said he does not see the party winning 300 seats in the next general elections. pic.twitter.com/fsoRuCtnpH
— ANI (@ANI) December 2, 2021