Video : કોહલી કે રોહિત શર્મા? જાણો રાહુલ ગાંધીનો ફેવરિટ ક્રિકેટર કોણ? શું કહ્યું રાહુલ ગાંધીએ?

ભારતની રાજનીતિમાં ઉભરી રહેલા વિપક્ષી નેતા અને સાંસદ રાહુલ ગાંધી આ દિવસોમાં તેના બેબાક અંદાજ અને મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિ સામે લડતને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની પસંદ-નાપંસદને લઈને ઘણા સવાલોના જવાબ આપ્યા છે.

રાહુલ ગાંધીએ ઘણા રસપ્રદ પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે દિલ્હીમાં આયોજિત કોન્ક્લેવ દરમિયાન પોતાના વિશે ખુલીને વાત કરી હતી.

Rahul Gandhi

ડેઈલી મીડિયા નેટવર્કની ધ કોન્ક્લેવ 2023 ઈવેન્ટમાં આવેલા રાહુલ ગાંધીએ રેપિડ-ફાયર રાઉન્ડમાં ફિટનેસ, દિનચર્યા, મનોરંજનના વિકલ્પો અને મનપસંદ રમતો વિશે ઘણા બધા ખુલાસા કર્યા હતા.

મીડિયા કોન્ક્લેવમાં રાહુલ ગાંધીને તેમના મનપસંદ ખેલાડી વિશે પૂછવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીને તેમના ક્રિકેટ અને ફૂટબોલના ફેવરિટ ખેલાડીઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હળવા અંદાજમાં જવાબ આપ્યા.

કોન્ક્લેવના રેપીડ-ફાયર રાઉન્ડમાં રાહુલ ગાંધીને વર્કઆઉટ અથવા નેટફ્લિક્સ, ગોડફાધર અથવા ધ ડાર્ક નાઈટ, ભારત જોડોની દાઢી અથવા ક્લીન શેવ જેવા કેટલાક રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અહીં તેમને પૂછાયુ કે ક્રિકેટ કે ફૂટબોલ? પરંતુ રાહુલ ગાંધીએ તરત જ ફૂટબોલ કહી દીધું, જે કદાચ ઘણા લોકો માટે આશ્ચર્યજનક હશે, કારણ કે ભારતમાં ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે.

આગળનો પ્રશ્ન હતો લિયોનેલ મેસ્સી કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો? જવાબમાં રાહુલ ગાંધીએ રોનાલ્ડોનું નામ લીધુ. તેમણે કહ્યું કે, જો કે મને લાગે છે કે મેસ્સી વધુ સારો ફૂટબોલર છે. મને રોનાલ્ડોની ઉદારતા ગમે છે. પરંતુ જો મારી પાસે ફૂટબોલ ટીમ હોત તો હું મેસીને પસંદ કરેત.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે પસંદગી કરવાનું કહેવાતા રાહુલ ગાંધીએ કહ્યું, બેમાંથી એક, કારણ કે હું મોટો ક્રિકેટ પ્રેમી નથી, હું જાણું છું કે આ કહેવું સારી વાત નથી.

ભારત જોડો દાઢી અને ક્લીન શેવ લુક વચ્ચે કોંગ્રેસ સાંસદે કહ્યું કે તેમને આ વસ્તુઓ સાથે કોઈ લગાવ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું દાઢી રાખું કે નહીં તેની મને ક્યારેય ચિંતા નથી. મને દરેક બાબતમાં કોઈ સમસ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X