વીડિયો: વિંગ કમાન્ડર અભિનંદનને લેવા નીકળેલા માતાપિતાનું આવું સ્વાગત થયું

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું વિમાન પાકિસ્તાનમાં કક્રેશ થયું અને તેઓ પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગયા.

યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું વિમાન પાકિસ્તાનમાં કક્રેશ થયું અને તેઓ પાકિસ્તાની સેનાના હાથે પકડાઈ ગયા. તેવી સ્થિતિમાં ગુરુવારે પાકિસ્તાની સેનાએ શાંતિ પહેલ હેઠળ અભિનંદનને આઝાદ કરવાની ઘોષણા કરી છે. ભારતે આ પહેલા પાકિસ્તાનને અભિનંદનને કોઈ પણ શરત વિના આઝાદ કરવાની ચેતવણી આપી હતી. ભલે પાકિસ્તાન અભિનંદનને આઝાદ કરી રહ્યું હોય પરંતુ તેની ફોટો અને વીડિયો જાહેર કરીને તેઓ જેનીવા કન્વેશનનું ઉલ્લંઘન કરી ચુક્યા છે.

આ પણ વાંચો: દેશને જીતાડી ઘરે પાછા ફરી રહ્યા છે વાયુસેનાના 'સિંઘમ' વિંગ કમાન્ડર અભિનંદન

અભિનંદનને લેવા માટે નીકળ્યા માતાપિતા

અભિનંદનને લેવા માટે નીકળ્યા માતાપિતા

અભિનંદનના પાછા આવવાની ખબર મળતા જ તેના માતાપિતા તેને લેવા માટે નીકળ્યા. ચેન્નાઇથી તેમના માતાપિતા જયારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, ત્યારે લોકોએ તાળીઓ વગાડીને તેમનું સ્વાગત કર્યું. મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે તેઓ ચેન્નાઈથી દિલ્હી પહોંચ્યા ત્યારપછી દિલ્હીથી ફ્લાઈટ બદલીને તેઓ અમૃતસર માટે નીકળી ગયા. આ સમયે આખો દેશ અભિનંદનની બહાદુરીના વખાણ કરી રહ્યો છે.

પાકિસ્તાન સેનાની સામે નીડર રહ્યા અભિનંદન

પાકિસ્તાની વિસ્તારમાં અભિનંદનનું વિમાન ક્રેશ થયા પછી તેના ત્રણ વીડિયો સામે આવ્યા. એક વીડિયોમાં તેઓ લોહીથી લથપથ હતા અને સામાન્ય માણસો તેમની સાથે મારપીટ કરી રહ્યા હતા. જયારે બીજા વીડિયોમાં તેમની આખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને સેનાએ તેમને સવાલ જવાબ કરી રહી હતી, જેનો તેઓ નીડરતાથી જવાબ આપી રહ્યા હતા. ત્રીજા વીડિયોમાં તેમના હાથમાં ચા છે અને પાકિસ્તાનમાં તેમની સાથે સારો વર્તાવ કરવામાં આવી રહ્યો છે તેવો દાવો કરી રહ્યા છે.

પાકિસ્તાનની પકડમાં કેવી રીતે આવ્યા અભિનંદન

પાકિસ્તાનની પકડમાં કેવી રીતે આવ્યા અભિનંદન

જણાવી દઈએ કે પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના 13 જેટલા આતંકી કેમ્પ એર સ્ટ્રાઈક કરી 300થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. બાદમાં ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટનો પીછો કરી રહેલ વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન મિગ-21 PoKમાં ક્રેશ થયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X