For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: પતિ પીછો કરી રહ્યો હતો, પત્નીએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં એક પતિને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરવી ભારે પડી ગઈ

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં એક પતિને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા કરવી ભારે પડી ગઈ. પત્નીએ તેના પતિને થાંભલા સાથે બાંધીને તેની મુક્કા અને થપ્પડથી જોરદાર પીટાઈ કરી નાખી. આ દરમિયાન પસાર થતા લોકોએ તેને છેડતી કરતો સમજીને મારી લીધો. બાદમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો, પરંતુ બંને સાથે સમાધાન કર્યા બાદ પોલીસે તેમને ઘરે મોકલી દીધા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફોન પર વાત કરતી વખતે પણ વાંધો હતો

ફોન પર વાત કરતી વખતે પણ વાંધો હતો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કેસ કાનપુર જિલ્લાના બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આપને જણાવી દઈએ કે મહિલા કિડવાઈ નગર વિસ્તારમાં શોપિંગની દુકાનમાં નોકરી કરે છે. તેના પતિને તેના ચરિત્ર પર શંકા હતી. તેને પત્નીના ફોન પર વાત કરતી વખતે પણ વાંધો હતો. તેને કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો.

પત્નીનો પીછો કરવા લાગ્યો

પત્નીનો પીછો કરવા લાગ્યો

સોમવારે તેની પત્ની કિડવાઈ નગર હનુમાન મંદિર તરફ જઈ રહી હતી. આ વાતની ખબર પડ્યા પછી તેનો પતિ પણ તેની પાછળ તેનો પીછો કરવા લાગ્યો. પરંતુ રસ્તામાં પત્નીએ પતિને જોયો. આ મામલે બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો.

પસાર થતા લોકોએ પણ પતિની પીટાઈ કરી

પસાર થતા લોકોએ પણ પતિની પીટાઈ કરી

પહેલા તો પતિએ પત્નીને ઘણા તમાચા માર્યા પરંતુ સ્થાનીય લોકોએ બદમાશ સમજીને પતિને મારવાનું ચાલુ કરી દીધું. ત્યારપછી જાતે તેની પત્નીએ થાંભલા સાથે બંધાયેલા પતિને લાતો અને મુક્કા મારવાનું ચાલુ કરી દીધું. પતિ હાથ જોડતો રહ્યો પરંતુ પત્ની તેની પીટાઈ કરતી રહી.

વીડિયો વાયરલ થઇ રહ્યો છે

વીડિયો વાયરલ થઇ રહ્યો છે

આ દરમિયાન પતિ બધાને બચાવવા વિનંતી કરતો રહ્યો. આ પછી કોઈએ પોલીસને બોલાવી. કીડવૈયા નગર પોલીસે બંને પતિ-પત્નીને પોલીસ સ્ટેશન લઈ ગયા જ્યાં પરસ્પર સમજૂતી થયા બાદ બંને ઘરે ગયા હતા. હવે પતિને માર મારવાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: નેતા-અદિકારીઓ ગોરી જોઈ રશિયન સમજતા, નાના કપડા પર લટ્ટુ થતા હતા

English summary
Video Viral: Wife beating her husband on road
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X