For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતા-અદિકારીઓ ગોરી જોઈ રશિયન સમજતા, નાના કપડા પર લટ્ટુ થતા હતા

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ અને ઈન્દોરમાંથી સામે આવેલા હની ટ્રેપમાં પકડાયેલી પાંચેય મહિલાઓ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ અને ઈન્દોરમાંથી સામે આવેલા હની ટ્રેપમાં પકડાયેલી પાંચેય મહિલાઓ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પાંચમાંની એક આરોપી મહિલા બરખા સોની ભટનાગરને તો નેતાઓ, અધિકારીઓ રશિયન જ સમજતા હતા કારણ કે તે રશિયાની કોઈ હાઈપ્રોફાઈલ મોડેલની જેમ લક્ઝરી લાઈફ જીવતી હતી.

આલિશાન હોટેલ્સ અને પાર્ટીમાં લઈ જતા

આલિશાન હોટેલ્સ અને પાર્ટીમાં લઈ જતા

નાના કપડા પહેરીને પાર્ટીઓમાં જતી, આંખોમાં લેન્સ લગાવતી, પોતાના ગોરા રંગનો ફાયદો ઉઠાવીને પોતાને રશિયન ગણાવતી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પૂછપરછમાં બરખા સોનીએ સ્વીકાર્યુ છે કે તેના ગોરા રંગને કારણે નેતાઓ, અધિકારીઓ અને ઉંચા દરજ્જાના લોકો તેને રશિયન સમજતા હતા. એટલે જ તેને ઘણીવાર આલીશાન હોટેલ્સ અને પાર્ટીઓમાં લઈ જતા હતા. જ્યારે તેઓ બરખાના રૂપ પર ફિદા થઈ જતા ત્યારથી જ શરૂ થતો શારિરીક સંબંધ અને તેમના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેક મેઈલિંગનો ખેલ.

આંખોમાં પહેરતી વાદળી લેન્સ

આંખોમાં પહેરતી વાદળી લેન્સ

જ્યારે બરખાને લાગ્યું કે લોકો પર તેના રશિયન લૂકનો જાદુ છવાઈ રહ્યો છે, તો તેણે પોતાની હેરસ્ટાઈલ પણ એવી જ કરાવી જેથી તે પૂરેપૂરી રશિયન લાગે. વાળમાં તે હંમેશા રશિયન મહિલાઓ જેવા કલર કરાવતી હતી. એટલું જ નહીં તે હંમેશા આંખોમાં વાદળી લેન્સ પહેરતી, જેને કારણે તે વિદેશી લાગે. કારણ કે ભારતીયોની આંખો વાદળી રંગની નથી હોતી.

વાતચીતમાં પકડાઈ જતી

વાતચીતમાં પકડાઈ જતી

બરખા સોની હંમેશા પાર્ટીઓમાં ટૂંકા કપડા પહેરીને જતી હતી, જેથી કોઈ ભારતીય તરીકે ઓળખી ન જાય. પરંતુ બરખાએ ખુલાસો કર્યો છે કે રશિયન એક્સેન્ટ ન હોવાને કારણે તેણે બધાને ખોટું કહેવું પડતું કે લાંબા સમયથી ભારતમાં રહે છે, એટલે તેની બોલીમાં રશિયન એક્સેન્ટ નથી.

કોલોનીના લોકો પણ સમજતા હતા વિદેશી

કોલોનીના લોકો પણ સમજતા હતા વિદેશી

બરખા સોનીના પાડોશીઓનું કહેવું છે કે જ્યારે તે સવારે કોલોનીમાં મોર્નિંગ વૉક કે જોગિંગ માટે નીકળી ત્યારે બધાને અંગ્રેજીમાં જ ગૂડ મોર્નિંગ કહેતી હતી. તેની લાઈફ સ્ટાઈલ અને કપડા પહેરવાીની રીત ભાત બધું જ હાઈપ્રોફાઈલ હતું. પાડોશીઓની વાત માનીએ તો તેને જોઈને કોલોનીના લોકો પણ તે ભારતીય છે કે વિદેશી તે અંગે ભ્રમમાં હતા.

શું છે એમપીનો હની ટ્રેપ કાંડ

શું છે એમપીનો હની ટ્રેપ કાંડ

મધ્યપ્રદેશમાં અધિકારીઓ, નેતાઓને પોતાના હુસ્નના જાળમાં ફસાવીને તેમના અશ્લીલ વીડિયો બનાવવાનો કાંડ જ હની ટ્રેપ કેસ 2019 છે. જેનો ખુલાસો 18 સપ્ટેમ્બરે થયો હતો. આ કાંડમાં બરખા સોની ભટનાગર, જયપુરની શ્વેતા સ્વપ્નિલ જૈન, સાગરની શ્વેતા વિજય જૈન અને છતરપુરની આરતી દયાલ સામેલ છે. આ તમામની ધરપકડ થઈ છે. પાંચેય મહિલાઓ અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું ષડયંત્ર કરતી હતી.

આ પણ વાંચો: રાખી સાવંતે જણાવ્યું કેમ પહેરે છે અડધાં કપડાં, કહ્યું- હવે લોકોની પરેશાની દૂર કરીશ

English summary
madhya pradesh honey trap racket revealed update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X