રાખી સાવંતે જણાવ્યું કેમ પહેરે છે અડધાં કપડાં, કહ્યું- હવે લોકોની પરેશાની દૂર કરીશ

રાખી સાવંતે જણાવ્યું કેમ પહેરે છે અડધાં કપડાં, કહ્યું- હવે લોકોની પરેશાની દૂર કરીશ

નવી દિલ્હીઃ રાખી સાવંત રોજ કંઈકને કંઈક એવું કરતી રહે છે કે સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં આવી જાય છે બે દિવસ પહેલાને યાદ કરી રડી રહેલ રાખી સાવંત હવે વધુ એક વીડિયો લઈને આવી છે. જેમા તે કપડાં ઓછાં કેમ પહેરે છે તેનું કારણ જણાવી રહી છે. સાથે જ ખમદમાં કંઈક ખાસ તાકાત હોવાની વાત કરતા લોકોની પરેશાનીઓ દૂર કરવાનો પણ દાવો કરી દીધો છે.

રાખી બોલી, હું છું આધે માં

રાખી બોલી, હું છું આધે માં

પતિની યાદમાં રડતાં વીડિયો શેર કરનાર રાખી આ નવા વીડિયોમાં ખુશ દેખાઈ રહી છે. ઈન્સ્ટા પર શેર વીડિયોમાં રાખી કહી રહી છે કે, હું મારા પતિ સાથે યૂકેમાં છું. બધાને આયુષ્માન ખુરાના ભવ. હું છું આધે માં. આધે માં એટલા માટે કેમ કે હું અડધાં કપડાં પહેરું છું. તમારી જેટલી સમસ્યા છે તે તમે મને ઈન્સ્ટાગ્રામ પર જણાવી શકો છો, હું તમારી બધી જ સમસ્યા દૂર કરીશ. તમે કોમેન્ટ કરી શકો છો.

રડી રડીને પતિને યાદ કરી રહી હતી

રાખીએ બે દિવસ પહેલા જ ઈન્સ્ટા પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે રડી રહી છે. વીડિયોમાં તે રડતાં રડતાં પતિને કહી રહી છે, તું જે કહીશ તે કરીશ પણ મને ઈગ્નોર ના કર. તારા વિના હું નહિ રહી શકું. હું તને બહુ પ્રેમ કરું છું અને મારા પર તમને જરા પણ તરસ નથી આવતો.

રાખી ડ્રામા ક્વિન કહેળાવવા લાગી

રાખી ડ્રામા ક્વિન કહેળાવવા લાગી

રાખી હંમેશા વિવિધ પ્રકારની વાતો કરતી રહે છે. તેને ડ્રામા ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાખી સાવંતે કેટલાક દિવસ પહેલા જણાવ્યું હતું કે તેણે એક એનઆરઆઈ છોકરા સાથે લગ્ન કરી લીધા જેનું નામ રિતેશ જણાવ્યું હતું. જો કે રાખીનો પતિ હજુ સુધી સામે આવ્યો નથી. રાખીનું કહેવું છે કે તે બહુ શર્મીલો છે, માટે કેમેરાથી દૂર રહે છે. કેટલાક લોકો એમ પણ સવાલ ઉઠાવતા રહે છે કે રાખીએ લગ્ન કર્યાં છે કે પછી તે માત્ર પબ્લિસિટી માટે જ આ બધું કરી રહી છે. જો કે રાખી સાવંતે હાલમાં જ એક ઈન્સ્ટાગ્રામ વીડિયો શેર કરીને કહ્યું કે પોતાના પતિ રિતેશને તે બિગ બૉસ 13માં લાવશે અને મળાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X