ઇસરો સહિત કેટલીક સંસ્થાઓ પર આતંકી હુમલાની ધમકી

બેંગ્લોરના પોલીસ કમિશનર કમલ પંતે ગુરૂવારે જણાવ્યું હતું કે ઇસરો સહિત મહત્વપૂર્ણ સંસ્થાઓની સુરક્ષા વધારી દેવમાં આવી છે. જોકે પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી કે સંભવિત આતંકી હુમલા અંગે કેન્દ્ર તથા રાજ્યની એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી મળી નથી. કમલ પંતે જણાવ્યું હતું કે ઇસરો, એચએએલ, નેશનલ એરનોટિક્સ લિમિટેડ અને અન્ય ખાનગી અને સાર્વજનિક સંસ્થાઓ પર હુમલાની ધમકીભર્યા પત્ર મળ્યા છે.
આ પત્ર ઉર્દૂ તથા અંગ્રેજીમાં લખવામાં આવ્યાં છે. રાજ્ય ગૃહમંત્રી કેજે જોર્જેએ કહ્યું હતું કે અમે આને ગંભીરતાપૂર્વક લઇ રહ્યાં છીએ, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. આ પત્રોની સચ્ચાઇ અંગે તપાસ કરીશું.












Click it and Unblock the Notifications
