જ્યારે સીએમ રૂપાણીએ હાથમાં ઉપાડ્યું બેટ અને કરી બેટિંગ

Posted By:
Subscribe to Oneindia News

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ છારોડીના સ્‍વામિનારાયણ ગુરૂકુળ વિદ્યા પ્રતિષ્‍ઠાનમ્ માં આયોજિતમુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યા પ્રતિષ્‍ઠાનમ્માં આયોજિત સાતમી ગુરૂકૂળ પ્રિમીયર લિગનો શુભારંભ કરાવતા હાથમાં બેટ પકડ્યું હતું. રવિવારે સાંજે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં તેમણે ખેલાડીઓને પ્રેરણા આપતા કહ્યું કે જીવનમાં હાર-જીતનું મહત્‍વ નહિ, ખેલદિલીથી બંધુત્‍વભાવ, સમાજ સહયોગ જગાવવું તે મહત્‍વ છે. મુખ્‍યમંત્રીએ વધુમાં જણાવ્યું કે એસ.જી.વી.પી.એ સમય સાથે ચાલીને સંસ્‍કારિતા, શિક્ષા સાથે દિક્ષા સાથે રમત, આદ્યાત્‍મ શિક્ષણનો સમન્‍વય કરી યુવાનોને રાષ્‍ટ્ર નિર્માણ પ્રત્‍યે નિર્દેશિત કરે છે. વિજયભાઇ રૂપાણીએ સૌ ખેલાડીઓને શુભકામના પાઠવતા એસ.જી.વી.પી.ના માધ્‍યમથી દિવ્‍ય- ભવ્‍ય ગુજરાતના નિર્માણમાં સહયોગી થવા અનુરોધ કર્યો હતો.

vijay rupani

ઉલ્લેખનીય છે કે આ જી.પી.એલ.નું આયોજન એસ.જી.વી.પી. દ્વારા સાત વર્ષથી થઇ રહ્યું છે. તેમાં ૭૦ દિવસ સુધી દેશભરની ૨૫૦ ટીમ ખેલાડીઓ ભાગ લીધો છે. વિજયભાઇ રૂપાણીએ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ટોસ ઉછાળી જી.પી.એલ.નો પ્રારંભ કરાવ્‍યો હતો. એસ.જી.વી.પી.ના માધવપ્રિય સ્‍વામીએ જણાવ્‍યું કે ગુરૂકૂળમાં વિદ્યાર્થીઓને શિક્ષા સાથે દિક્ષા આપી સંવેદનશીલ યુવાનોનું નિર્માણ કરવામાં આવે છે.

rupani

તેમણે ગૌહત્‍યા માટે કડક કાયદો લાવવા માટે રાજ્ય સરકાર પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી. આ ઉદઘાટન પ્રસંગે ગુરૂકૂળના સંતો, વિદ્યાર્થીઓ, જી.પી.એલ.માં ભાગ લેનાર ખેલાડીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સાતમી ગુરૂકૂળ પ્રિમીયર લિગનો શુભારંભ કરાવ્‍યો હતો.

English summary
CM opened Gurukul Premier League by tossing coin at SGVP Campus near Ahmedabad.
Please Wait while comments are loading...