For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રગ્સ કેસ: બોક્સર વિજેન્દર સિંહે આપ્યો લોહીનો નમૂનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 12 માર્ચ: ડ્રગ્સ તસ્કરી કેસમાં ઓલંપિક મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહે આજે મંગળવારે લોહીનો નમૂનો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિજેન્દર સિંહે પોતાના લોહીનો નમૂનો આજે હરિયાણા પોલીસને આપ્યો હતો. હરિયાણા પોલીસની આગળની તપાસ માટે પોલીસને નમૂનો આપશે. પંજાબ પોલીસ વિજેન્દર સિંહને મંગળવારે ફરીથી પુછપરછ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજેન્દર સિંહે ડ્રગ્સ તસ્કરી કેસમાં સોમવારે પંજાબ પોલીસ દ્રારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન તપાસ માટે લોહી તથા વાળના નમૂના આપવાની મનાઇ કરી દિધી હતી. આ જાણકારી પોલીસે આપી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પંચકુલા નજીક પોલીસ લાઇનમાં વિજેન્દર સિંહને પંજાબ પોલીસ અધિકારીઓની એક ટુકડીએ સોમવારે સાંજે પુછપરછ કરી હતી. આ પુછપરછ લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી.

vijender-singh-boxer

જો કે આ પહેલાં વિજેન્દર સિંહનું કહેવું હતું કે તેમનું ડ્રગ્સ સાથે કંઇ લેવા-દેવા નથી અને તે તપાસમાં સામેલ થવા માટે કોઇપણ સમયે તૈયાર છે. આ સાથે જ તેમને ડોપ ટેસ્ટ માટે હા કહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પંજાબ પોલીસે મોહાલીના જિરખપુરના એનઆરઆઇ અનૂપ સિંહ કાહલોના ઘરે રેડ પાડી 26 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. હેરોઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 130 કરોડ આંકવામાં આવે છે.

English summary
After first refusing to give his blood and hair samples to the police, Vijender Singh has reportedly provided the Haryana police with his blood samples for testing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X