બાળકને પીઠ પર લટકાવી ભોજન બનાવતી મહિલાનો ફોટો શેર કરી જાણીતા શેફે દિલ જીત્યુ
દેશના જાણીતા શેફ વિકાસ ખન્નાએ પોતાના ટ્વીટર પર એક શાનદાર ફોટો શેર કર્યો છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
દેશના જાણીતા શેફ વિકાસ ખન્નાએ પોતાના ટ્વીટર પર એક શાનદાર ફોટો શેર કર્યો છે. તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ફોટોમાં એક મહિલા ભોજન બનાવી રહી છે પરંતુ એનાથી પણ વધુ ખાસ છે પીઠ પર કપડામાં બાંધીને રાખેલુ બાળક. બાળકનું સ્મિત ઘણુ બધુ કહી જાય છે. કામની સાથે સાથે બાળકને સાથે રાખવાનો મહિલાનો આ ફંડા ખન્નાને બહુ ગમ્યો અને તેમણે આ ફોટો પાડી લીધો. ટ્વિટર પર આ ફોટો શેર કરીને વિકાસે લખ્યુ છે - કિચનમાં 30 વર્ષ વીતી ગયા પરંતુ કિચનનો આનાથી સુંદર ફોટો મે આજ સુધી નથી પાડ્યો.

તમને જણાવી દઈએ કે વિકાસ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે. તે વિવિધ સ્થળોના ઝાયકા લઈને ત્યાંના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. વિકાસ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેમની શેફ બનવાની સફર ઘણી અઘરી રહી. જ્યારે બાળપણમાં તેમણે શેફ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો લોકો કહેતા હતા કે આ છોકરાઓનું કામ નથી.
30 years in kitchens, but this is the most precious kitchen image I have taken. #Mother #Power ❤️ pic.twitter.com/T7XJC48srX
— Vikas Khanna (@TheVikasKhanna) 4 April 2019
બાવર્ચી બનીને શું કરીશ. 14 વર્ષની ઉંમરમાં તેમણે પહેલી વાર કિટી પાર્ટીનું કામ શરૂ કર્યુ. મહિલાઓએ તેમના ભોજનની પ્રશંસા કરી તો તેમણે પૈસા ના લીધા તેના પર તેમના પિતા ભડકી ગયા કે આ કેવો બિઝનેસ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિકાસ એક સારા કવિ પણ છે અને તેમણે ઘણી કવિતાઓ પણ લખી છે.












Click it and Unblock the Notifications
