
દશેરાઃ મહારાષ્ટ્રના સંગોલા ગામમાં રાવણ દહન નહિ, 200 વર્ષથી આ કારણે થાય છે પૂજા
નવી દિલ્હીઃ દશેરાના દિવસે આખા દેશના લોકો અને વિદેશમાં રહેતા ભારતીયો અનિષ્ટ પર અચ્છાઈની જીતનો પર્વ દશેરા મનાવે છે. આ પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે. સાંજે રાવણ વધ માટે મોટા-મોટા કાર્યક્રમોયનું આયોજન થાય છે. પીએમ-રાષ્ટ્રપતિ સુધીના હાથોથી રાવણના પુતળાને ધનુષ ચલાવી આગ લગાવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સંગોલા ગામમાં લોકો પાછલા 200 વર્ષોથી અલગ જ પરંપરા નિભાવી રહ્યા છે. તેઓ રાવણને અતિ શ્રેષ્ઠ અને જ્ઞાની માની તેની પૂજા કરે છે અને ત્યાં દશેરાના દિવસે રાવણનું દહન નહિ બલકે પૂજા કરે છે.

અહીં રાવણ વધ નહિ, પૂજાની પરંપરા છે
આપણામાંથી મોટાભાગના લોકો માટે દશેરા એટલે રાવણ પર ભગવાન રામની જીતનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે. બુરાઈ પર સચ્ચાઈની જીત તરીકે આપણે આ તહેવાર મનાવીએ છીએ. પરંતુ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક સંગોલા નામનું એક નાનકડું ગામ આવેલું છે, જ્યાંના લોકો એટલા જ ઉલ્લાસ સાથે રાક્ષસ રાજ રાવણની પૂજા-અર્ચના કરે છે. સંગોલા ગામના લોકો મુજબ તેઓ પાછલા 200 વર્ષથી આ પરંપરાનું પાલન કરતા આવી રહ્યા છે. સંગોલામાં રાવણની કાળા પથ્થરવાળી એક વિશાળકાય પ્રતિમા સ્થાપિત છે, જેમાં તેને દશાવતાર રૂપમાં દેખાડવામાં આવી છે, જેના 10 માથાં અને 20 હાથ છે.

રાવણની પૂજા કેમ કરે છે?
ગામના વડિલો રાવણના ચરિત્રને ભયાનક તો માને જ છે, પરંતુ સાથે જ તેને બહુ મોટો વિદ્યાન પણ માને છે. એક સ્થાનિક પૂજારી હરીભાઉ લખંડેએ કહ્યું કે તેના ગામમાં રાવણની પૂજા એટલા માટે કરવામાં આવે છે કેમ કે તે બહુ બુદ્ધિમાન હતો અને તેમાં તપસ્વીઓ જેવા ગુણ હતા. લખંડે મુજબ તેનો પરિવાર કેટલીય પેઢીથી આ ગામમાં રાવણની પૂજા કરતો આવી રહ્યો છે. તેમનો દાવો છે કે "મહાન સમ્રાટ રાવણને કારણે ગામમાં ખુશહાલી, શાંતિ અને સંતોષ છે."

ભગવાન રામમાં વિશ્વાસ છે પરંતુ રાવણમાં પણ આસ્થા છે
સંગોલાના લોકો ભગવાન રામને માને છે, તેઓ રાવણના ચરિત્રથી ડરે છે, પરંતુ તેમાં આસ્થા પણ રાખે છે. ગામના દનાયનેસ્વર ધાકરેએ રાવણમાં આસ્થા વિશે જણાવ્યું કે, "અમે માનીએ છીએ કે રાવણે રાજનૈતિક કારણોથી સીતાનું અપહરણ કર્યું અને તેમની પવિત્રતા સુરક્ષિત રાખી. અમ ભગવાન રામમાં માનીએ છીએ, પરંતુ રાવણમાં પણ આસ્થા છે, માટે અમે પૂતળાનું દહન નથી કરતા." તેઓ આગળ જણાવે છે કે રાવણથી બધા ડરે છે, પરંતુ ગામના તમામ લોકો તેની પૂજા પણ કરે છે. દશેરાના અવસર પર દેશભરના લોકો તેમના ગામમાં રાવણની મૂર્તિને જોવા માટે આવે છે અને કેટલાક તેની પ્રાર્થના પણ કરે છે.

શાસ્ત્રોમાં પણ રાવણને અસાધારણ ગણાવવામાં આવ્યો છે
શાસ્ત્રોમાં પણ રાવણના ગુણોનો ભારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે જ્યારે રાવણ ભગવાન રામના બાણથી ઘાયલ થઈ મૃત્યુની પ્રતિક્ષા કરી રહ્યો હતો, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને તેની પાસે તેના ગુણ જાણવા માટે મોકલ્યો હતો. વાલ્મિકીએ પણ લખ્યું છે કે રાવણ ભગવાન શિવના બહુ મોટા ભક્ત હતા અને તેમની પ્રસન્ન કરવા માટે તેણે પોતાના માથાની બલિ આપી દીધી હતી. તેણે 10 વખત આવું કર્યું અને પછીં ભગવાન શિવે પ્રસન્ન થઈ તેના 10 માથાં પરત કર્યાં. વાલ્મિકીની રામાયણમાં જ્યાં રાવણને એક અસાધારણ દાવન ગણાવવામાં આવ્યો છે, જ્યારે ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસમાં તેને મોટો શિવભક્તનો દરજ્જો આપ્યો છે.
પહેલીવાર રામલીલામાં સામેલ થશે દેશના રાષ્ટ્રપતિ, રાવણ દહન કરશે