મોદીની તાજપોશી પર નિતીશે કહ્યું, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
પટના, 14 સપ્ટેમ્બર: ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવતાં બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે જોરદાર પ્રહાર કર્યા છે. નિતીશ કુમારે કહ્યું હતું કે 'વિનાશકાળે, વિપરીત બુદ્ધિ'. તેમને કહ્યું હતું કે 'ભાજપની આ હવામાં કોઇ દમ નથી. ભાજપ પોતાના ઘરમાં જ ખુશ છે. જનતા ભાજપ સાથે નથી. હકિકતમાં જનતા બીજી તરફ છે અને ભાજપ બીજી તરફ. નિતીશ કુમારે એનડીએથી અલગ થવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે તેમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે.
પટનામાં પત્રકારો સાથે વાતચીત કરતાં નિતીશ કુમારે કહ્યું હતું કે જેડીયૂએ 3 મહિના પહેલાં જ અંદાજો લગાવી દિધો હતો કે આવું કંઇક થવાનું છે. હવે ભાજપ તે જ કરી રહી છે જે કરવાની હતી. ભાજપની સચ્ચાઇ લોકો સામે આવી ગઇ છે. નિતીશ કુમારે કહ્યું હતું કે દેશ આવા લોકોને (મોદીને) સ્વિકાર નહી કરે.

નિતીશ કુમારે કહ્યું હતું કે આજે દેશમાં સત્તાધારી ગઠબંધન વિરૂદ્ધ માહોલ હતો. આજે વિપક્ષને એકજૂટ કરવાની જરૂરિયાત હતી, પરંતુ ભાજપે વિપક્ષને એકસાથે આવવા નથી દિધા. તે એ રસ્તા પર ચાલી રહ્યાં છે, જ્યાં તેમની સાથે કોઇ નહી આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ જેડીયૂએ ભાજપની સાથે પોતાનું 17 જૂનું ગઠબંધન તોડી દિધું હતું. ત્યારબાદ બંને પક્ષોના નેતાઓ વચ્ચે નરેન્દ્ર મોદીને લઇને નિવેદનબાજી ચાલુ છે. ભાજપે નરેન્દ્ર મોદીને શુક્રવારે 2014ની લોકસભાની ચુંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દિધા છે.












Click it and Unblock the Notifications
