For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામ-મેઘાલય બોર્ડર વિવાદ વચ્ચે ફરી હિંસા, પોલીસ બુથને આગ લગાવાઈ!

આસામ-મેઘાલય બોર્ડર વિવાદને લઈને ફરીથી માહોલ ગરમાયો છે. મેઘાલય સરકારે વધુ 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે અધિકારીક પ્રેસ રિલિઝ જાકી કરી જાણકારી અપાઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આસામ-મેઘાલય બોર્ડર વિવાદને લઈને ફરીથી માહોલ ગરમાયો છે. મેઘાલય સરકારે વધુ 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે અધિકારીક પ્રેસ રિલિઝ જાકી કરી જાણકારી અપાઈ છે.

Violence

પ્રેસ રિલિઝ મુજબ, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, રી-ભોઈ, પૂર્વ પશ્ચિમ ખાસી હિલ્સ, પશ્ચિમ ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લામાં શનિવાર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.

અહેવાલો મુજબ, હિંસા વિરુદ્ધ આયોજિત કેન્ડલ માર્ચ દરમિયાન સરહદ પર હિંસા થઈ હતી. આ દરમિયાન કેટલાક અસામાજીક તત્વોએ ટ્રાફિક બૂથને આગ લગાવી હતી અને સિટી બસ સહિત ત્રણ પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી.

અહીં એ જાણવુ મહત્વનું છે કે, મંગળવારે મેઘાલય સરકારે મુકરોહમાં ફાયરિંગ બાદ તણાવ રોકવા 7 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 22 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. જેને હવે બીજા 48 કલાક માટે લંબાવાઈ છે. આ ફાયરીંગમાં 4 લોકોના મોત થયા હતા.

આ વિવાદ વધવા પાછળ આરોપ છે કે, આસામ ફોરેસ્ટ ગાર્ડ્સે મેઘાલયના ચાર લોકોની કથિત રીતે ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકો બંને રાજ્યોના વિવાદિત સરહદી વિસ્તારોમાંથી લાકડા કાપીને પરત ફરી રહ્યા હતા. આ ઘટનામાં મેઘાલયના પાંચ અને આસામના એક ફોરેસ્ટ ગાર્ડ સહિત કુલ છ લોકોના મોત થયા હતા.

આ મામલે મેઘાયલ સરકાર તરફથી ખુદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પોલીસે આ મામલે FIR નોંધી છે. જ્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ મેઘાલયના મુખ્યમંત્રીને સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી. બીજી તરફ મેઘાલયના મુખ્યમંત્રીએ માર્યા ગયેલા લોકોના પરિવારને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

વિવાદ પર જઈએ તો, આસામ અને મેઘાલય વચ્ચે 884.9 કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદને લગતા 12 વિસ્તારોમાં બંને રાજ્યો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બંને રાજ્યો આ વિસ્તારો પર દાવો કરી રહ્યા છે. 1972 સુધી મેઘાલય આસામ રાજ્યનો ભાગ હતું. આ પછી મેઘાલયે આસામની 1971ની પુનર્ગઠન નીતિને પડકારી હતી, ત્યારથી બંને રાજ્યો વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે.

English summary
Violence again amid Assam-Meghalaya border dispute, police booth set on fire!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X