જોધપુરઃ બે સમુદાયોમાં હિંસા ભડકી, ઈન્ટરનેટ બંધ, સીએમ અશોક ગહેલોતે કહ્યુ - શાંતિ જાળવી રાખો
જોધપુરઃ ઈસ્લામિક પર્વ ઈદ-ઉલ-ફિત્ર પહેલા રાજસ્થાનના જોધપુરમાં હિંસા ભડકી ઉઠી. અહીં જાલોરી ગેટ ચાર રસ્તા પર 2 સમુદાયોમાં થયેલી ઝડપના કારણે હોબાળો મચી ગયો. સૂચના મળતા જ પોલિસે સ્થિતિ પર કાબુ મેળવવાની કોશિશ કરી. ઉપદ્રવ શાંત કરવા માટે પોલિસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન ઘટનાનુ કવરેજ કરી રહેલા પત્રકારને પણ પોલિસે પીટ્યા અને તેમને ત્યાંથી ભગાડી દીધા.
હિંસાના કારણે જાલોરી ગેટ ચાર રસ્તા પર ભારે પોલિસ જાપ્તો તૈનાત કરવામાં આવ્યો. પ્રારંભિક માહિતી મુજબ હિસાના કારણે એક સમુદાયના લોકો દ્વારા ઈદ પહેલા બાલમુકંદ બિસ્સા સર્કલમાં ઈસ્લામિક ઝંડો લહેરાવવા અને ભગવા ઝંડાને હટાવવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. ઈદ-ઉલ-ફિત્ર પહેલા જોધપુરમાં હિંસા બાદ જિલ્લા પ્રશાસને શહેરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
મુખ્યમંત્રીએ કરી આ અપીલ
મુખ્યમંત્રી અશોક ગહેલોતે શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ કે જોધપુર-મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાનુ સમ્માન કરીને હું બધા પક્ષોને માર્મિક અપીલ કરુ છે કે શાંતિ જાળવી રાખે અને કાયદો-વ્યવસ્થામાં સહયોગ કરો.
जोधपुर, मारवाड़ की प्रेम एवं भाईचारे की परंपरा का सम्मान करते हुए मैं सभी पक्षों से मार्मिक अपील करता हूं कि शांति बनाए रखें एवं कानून-व्यवस्था बनाने में सहयोग करें।
— Ashok Gehlot (@ashokgehlot51) May 3, 2022