Photo : સુવર્ણ મંદિરમાં હિંસક અથડામણ : 12 ઘાયલ, 50ની અટકાયત
અમૃતસર, 6 જૂન : આજે સવારમાં સુવર્ણ મંદિરના પરિસરમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં એક બીજા સામે તલવારો ખેંચાઈ છે. છેલ્લે પ્રાપ્ત માહિતી અનુસાર આ અથડામણમાં 12 લોકો ઘાયલ થયા છે. જ્યારે પોલીસે 50 લોકોની અટકાયત કરી છે.
આજે પંજાબના અમૃતસરમાં આવેલા સીખોના પવિત્ર ધર્મસ્થાન સુવર્ણ મંદિરમાં અનિચ્છનીય ઘટના બની છે. આજથી 30 વર્ષ પહેલા વર્ષ 1984માં કરવામાં આવેલા ઓપરેશન બ્લૂસ્ટારની વરસી પર સુવર્ણ મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઇ છે. આજે સવારમાં સુવર્ણ મંદિરના પરિસરમાં બે જૂથો વચ્ચેની અથડામણમાં એક બીજા સામે તલવારો ખેંચાઈ છે.
આજે બ્લૂસ્ટાર ઓપરેશનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં સિમરનજીત સિંહ માનના સમર્થકો અને સુવર્ણ મંદિરના એસજીપીસી જવાનો વચ્ચે વિવાદ બાદ ઘર્ષણ થયું હતું. આ દરમિયાન 12થી વધુ લોકો ઘવાયા છે. કાર્યક્રમ દરમિયાન માઇક પર બોલવા મુદ્દે વિવાદ થતા પરિસ્થિતિ વણસી હતી.
આજે સવારે જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શરૂ થયો તો સિમરનજીત સિંહ માન માઇક પર સંબોધન કરવા માંગતા હતા. જોકે અકાલ તખ્ત અને સુવર્ણ મંદિરના મેનેજમેન્ટે તેમને આ માટે ના પાડતા તેમના સમર્થકોએ માઇક પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ટાર્સ ફોર્સ અને સિમરનજીત સિંહ માનના સમર્થકો વચ્ચે તલવારો ખેંચાઈ હતી.
આ હુમલામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘવાયા છે. તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આજે ઓપરેશન બ્લૂસ્ટારને 30 વર્ષ પૂર્ણ થયા છે. દર વર્ષે અહીં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હરમંદિર સાહેબ એટલે કે સુવર્ણ મંદિરમાં આવેલા અકાલ તખ્ત પાસે સીખ ધર્મની મહત્વની ગણાતી બેઠકો પૈકી પાંચ બેઠકો છે. જેના કારણે અકાલ તખ્ત મનમાની કરે છે. મંદિરમાં સ્થિતિ વણસી જતા મંદિરની બહારની દુકાનોના શટર પડી ગયા હતા.
શિરોમણી અકાલી દલ (અમૃતસર)માંથી અલગ પડીને સિમરનજીત સિંહ માને અલગ જુથ બનાવ્યું છે. તેઓ ખલિસ્તાનની રચનાના સમર્થક છે. તેઓ લાકશાહી ઢબે સીખો માટે ખલિસ્તાનની રચના કરવા ઇચ્છે છે.
આ રહી અથડામણની તસવીરો

1 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો

2 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો

3 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો

4 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો

5 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો

6 સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
સુવર્ણ મંદિરમાં બે સીખ જુથો વચ્ચે હિંસક અથડામણની તસવીરો
-
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા








Click it and Unblock the Notifications
