For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાગરિકતા સુધારા કાયદાનો હિંસક વિરોધ દૂર્ભાગ્યપૂર્ણ અને દુઃખદઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે નાગરિકતા એક્ટ સામે થઈ રહેલા પ્રદર્શનોમાં હિંસા દૂર્ભાગ્યપૂર્ણ છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે નાગરિકતા એક્ટ સામે થઈ રહેલા પ્રદર્શનોમાં હિંસા દૂર્ભાગ્યપૂર્ણ છે. પીએમે આ અંગે ઘણા ટ્વીટ કર્યા છે. મોદીએ કહ્યુ છે કે નાગરિકતા એક્ટ વિશે જે રીતની હિંસા થઈ છે, તેનાથી દુઃખી છુ. ચર્ચા કે અસંમતિ તો લોકતંત્રનો હિસ્સો છે પરંતુ પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવુ, સામાન્ય જનતાને હેરાન કરવી યોગ્ય નથી. પીએમ મોદીએ કહ્યુ નાગરિકતા સુધારા કાયદો 2019ને સંસદના બંને ગૃહોએ પાસ કર્યો છે. મોટી સંખ્યામાં રાજકીય દળો અને સાંસદોએ આનુ સમર્થન કર્યુ છે. આ કાયદો આપણી સદીઓ જૂની શાંતિ, ભાઈચારો અને કરુણાને દર્શાવનાર છે. હું કહેવા ઈચ્છુ છુ કે નાગરિકતા કાયદાથી કોઈ ભારતીય નાગરિકને કોઈ નુકશાન નહિ થાય. કોઈ ભારતીયે આનાથી ગભરાવાની જરૂર નથી. આ કાયદો એ લોકો માટે છે જે બહાર બીજી જગ્યાએ હેરાન થઈ રહ્યા હતા અને તેમની ભારત આવવા સિવાય કોઈ રસ્તો નહોતો. તમે શાંતિ જાળવી રાખો.

નાગરિકતા કાયદાથી કોઈ ભારતીય નાગરિકને કોઈ નુકશાન નહિ થાય

આ પહેલા મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યુ કે નાગરિકતા સુધારો કાયદો હજાર ટકા યોગ્ય છે. આ કોંગ્રેસના કારનામાને જોતા માલુમ પડી રહ્યુ છે. આખા દેશમાં જ્યાં જ્યાં આગ લગાવાઈ રહી છે, આ રાજકારણથી પ્રેરિત અને સંપૂર્ણપણે પ્રાયોજિત છે. આગ લગાવનારાએ કેવા કપડા પહેર્યા છે, શું વાતો કરી રહ્યા છે, આ જોઈને કોઈને પણ ખબર પડે કે છેવટે આ કોણ લોકો છે.

તણાવની સ્થિતિ

તણાવની સ્થિતિ

નાગરિકતા કાયદાનો દેશના ઘણા ભાગોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. અસમ, ત્રિપુરા અને મેઘાલયમાં તો પ્રદર્શન થઈ જ રહ્યા છે. દેશના ઘણા મોટા વિશ્વવિદ્યાલયોના છાત્રો પણ બિલ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. દિલ્લી, હૈદરાબાદ, લખનઉ, અલીગઢ, પંજાબ અને બીજા ભાગોમાં પ્રદર્શન થયા છે. ખાસ કરીને દિલ્લીની જામિયા મિલિયા અને ઓખલા ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા થઈ જેનાથી તણાવની સ્થિતિ છે. પશ્ચિમ બંગાળમાં પણ હિંસા થઈ છે.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાયે પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી FIR, ‘રાબડીએ મારા વાળ ખેંચ્યા, મને મારી...આ પણ વાંચોઃ ઐશ્વર્યા રાયે પતિ, સાસુ અને નણંદ સામે નોંધાવી FIR, ‘રાબડીએ મારા વાળ ખેંચ્યા, મને મારી...

બિલનો વિરોધ

બિલનો વિરોધ

નાગરિકતા સુધારા કાયદો, 2019 ગયા સપ્તાહે સંસદમાં પાસ થયો છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ,જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થીઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળો અને ઘણા સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

English summary
Violent protests on Citizenship Amendment Act are unfortunate said pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X