Video: ટ્રેનથી લટકીને સ્ટંટ કરવું ભારે પડ્યું, કંપારી છૂટી જશે
ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવક ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયો છે. સોશ્યિલ મીડિયા પર આ સ્ટંટનો કંપારી છોડાવી નાખે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ચાલતી ટ્રેનમાં સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવક ખુબ જ ખરાબ રીતે ઘાયલ થયો છે. સોશ્યિલ મીડિયા પર આ સ્ટંટનો કંપારી છોડાવી નાખે તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક યુવક ટ્રેનથી લટકીને ખતરનાક સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. યુવક ટ્રેનની બારી પર લટકી રહ્યો છે તેની હાથ લપસી ગયો અને તે નીચે પડી ગયો. સોશ્યિલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો વીડિયો
સોશ્યિલ મીડિયા પર એક ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક યુવક ટ્રેનથી લટકીને મુસાફરી કરી રહ્યો છે. જયારે નજીક ગેટ પર ઉભા રહીને એક યુવક તેનો વીડિયો બનાવી રહ્યો છે. યુવક ટ્રેનની બારી પર લટકી રહ્યો છે. પીઠ પર બેગ લટકાવીને યુવક ગ્રીલ પર લટકાયેલો છે.

યુવકને લટકતો જોઈને કોઈએ પણ ચેન ખેંચી નહીં
દોઢ મિનિટ લાંબા વીડિયોમાં યુવક સવા મિનિટ સુધી આ રીતે જ મુસાફરી કરે છે. ત્યારપછી અચાનક તેનો હાથ લપસી જાય છે અને તે નીચે પડી જાય છે. યુવકના નીચે પડવા છતાં પણ યુવક ચેન ખેંચવાને બદલે વીડિયો બનાવવાનું ચાલુ રાખે છે. આ વીડિયો 12 જુલાઈ નંદદ બેંગ્લોર એક્સપ્રેસનો જણાવવામાં આવી રહ્યો છે. યુવકની હાલત અને ઓળખ અંગે હજુ સુધી કોઈ પણ માહિતી મળી નથી.

ઈન્ટરનેટ પર ગુસ્સામાં લોકો
સોશ્યિલ મીડિયા પર આ વીડિયો અંગે લોકોમાં ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોએ સ્ટંટ કરનાર અને વીડિયો બનાવનાર બંને યુવકો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. રેલવે ઘ્વારા વારંવાર ચેતવણી જાહેર કરીને આ પ્રકારના સ્ટંટ કરવાની ના પાડી છે. આવા સ્ટંટના ચક્કરમાં દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામે છે.












Click it and Unblock the Notifications
