For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest: વિરાટ કોહલી બોલ્યા - ખેડૂત દેશનો અભિન્ન હિસ્સો, વિશ્વાસ છે સમાધાન નીકળી જશે

ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

Virat Kohli On Farmers Protest: ભારતમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ ખેડૂત આંદોલન પર હવે ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઝના નિવેદન સામે આવી રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. વિરોટ કોહલીએ બુધવાર(3 ફેબ્રુઆરી)ની રાતે ટ્વિટ કરીને લખ્યુ, અસંમતિઓના આ દોરમાં આપણે એકજૂટ રહેવાની જરૂર છે. કોહલીએ આશા વ્યક્ત કરી છે કે ખેડૂત આંદોલનનુ સમાધાન નીકળી જશે. દિલ્લીની સિંધુ બૉર્ડર, ટીકરી બૉર્ડર અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂતોની ભીડ સતત વધી રહી છે. ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાની રદ કરી દે.

રિહાના સહિત બધી સેલિબ્રિટીઝને આપ્યો જવાબ

વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યુ, 'અસંમતિના આ સમયમાં આપણે સૌ એકજૂટ રહીએ. ખેડૂત દેશનો અભિન્ન ભાગ છે અને મને પૂરો વિશ્વાસ છે કે બધા પક્ષો વચ્ચે એક સૌહાર્દપૂર્ણ સમાધાન નીકળી જશે. જેથી શાંતિ રહે અને બધા મળીને આગળ વધે.' વિરાટ કોહલી ઉપરાંત ઘણા ક્રિકેટરોએ પૉપ સ્ટાર રિહાના(Rihanna) સહિત એ બધા સેલિબ્રિટીઝને જવાબ આપ્યો જે ભારતના આંતરિક મામલામાં દખલ દેવાની કોશિશ કરી રહ્યા છે.

સચિન તેંડુલકર

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે બુધવારની સાંજે ટ્વિટ કરીને કહ્યુ કે, 'ભારતની સંપ્રભુતા સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી નહિ થાય. વિદેશી તાકાતોએ આનાથી દૂર રહેવુ જોઈએ. ભારતીય ભારતને જાણે છે અને ભારત માટે નિર્ણય પણ કરશે. આવો એક રાષ્ટ્ર તરીકે એકજૂટ રહીએ.

સુરેશ રૈના

પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યુ કે, 'વિદેશી હસ્તીઓએ ખેડૂત આંદોલન પર કોઈ પ્રકારની કમેન્ટ ન કરવી જોઈએ. અમે એક દેશ તરીકે પોતાના કોઈ પણ મુદ્દાને ઉકેલવા માટે સક્ષમ છીએ. પરંતુ એનો અર્થ એવો નથી કે અમે વિભાજિત થઈ જઈએ કે બહારની તાકાતોથી પરેશાન થઈ જઈએ. બધુ સૌહાર્દપૂર્ણ અને નિષ્પક્ષ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.'

સાઈના નહેવાલ

સાઈના નહેવાલે પણ ખેડૂત આંદોલન પર ટ્વિટ કર્યુ અને ખેડૂતોને દેશનો અભિન્ન ભાગ ગણાવ્યા. સાઈનાએ લખ્યુ, 'ખેડૂતો આપણા દેશનુ એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો છે. તેમના મુદ્દાઓને ઉકેલવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મતભેદ પેદા કરનાર કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન આપવાના બદલે એક સૌહાર્દપૂરણ સંકલ્પનુ સમર્થન કરો.'

16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના

English summary
Virat Kohli tweet on Farmers Protest says 'Let us all stay united in this hour of disagreements'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X