હેલીકોપ્ટર ડીલઃ પીએમ દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર

ભારતે અતિ વિશિષ્ટ વ્યક્તિઓની યાત્રા સેવા માટે હેલિકોપ્ટર હાંસલ કરવાના સોદામાં ઇટલી સરકારના નિયંત્રણવાળી વૈમાનિકી કંપનીના મુખિયા મિલાનમા ધરપકડ સાથે થોડા દિવસ પહેલા એક મોટા ગોટાળાનો ખુલાસો કર્યો હતો.
ઇટલી પોલીસે કંપની પ્રમુખને આ સંદેહમાં ધરપકડ કરી છે તેમણે ભારત પાસેથી 3600 કરોડ રૂપિયાના હેલિકોપ્ટર સોદા હાંસલ કરવા માટે અંદાજે 362 કરોડ રૂપિલાની લાંચ આપવામાં આવી. આ મામલે સીબીઆઇની ટીમ મંગળવારે ઇઠલી પહોંચશે.
હેલિકોપ્ટર ઘોટાળામાં ભારતને આજે ઝટકો લાગ્યો છે. ઇટલીની એક કોર્ટે કેસ સાથે જોડાયેલી માહિતી અને દસ્તાવેજ ભારતને આપવાનો ઇનકાર કરી દીધો. જોકે જજે જણાવ્યું કે તપાસ હજી શરૂઆતી ચરણમાં હોવાથી આ મામલા અંગેના દસ્તાવેજ માત્ર આરોપીઓ અને તેમના વકીલોને જ સોંપી શકાશે. જોકે ભારતની માંગ ઉપર પણ વિચાર કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
