For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દિલ્લી-એનસીઆરમાં ગાઢ ધૂમ્મસ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડી પ્રકોપ યથાવત

દિલ્લી સહિત સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કડાકાની ઠંડી પડી રહી છે. અહીં જાણો હવામાન વિભાગે શુ કહ્યુ.

|
Google Oneindia Gujarati News

Weather Update: દેશની રાજધાનીમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડી શીતલહેરની ચપેટમાં છે. ગાઢ ધૂમ્મસના કારણે લોકોની અવર-જવર મુશ્કેલ બની છે. સવારથી દિલ્લી-એનસીઆરમાં ધૂમ્મસ છવાઈ ગયુ છે. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. લોકોની જનજીવન ખોરવાઈ ગયુ છે. હવામાનની અસર રેલવે, એરપોર્ટ અને સ્કૂલો પર પણ પડી રહી છે.

ઉત્તર-પશ્ચિમ ભારત ઠંડીની ચપેટમાં

ઉત્તર-પશ્ચિમ ભારત ઠંડીની ચપેટમાં

મીડિયા રિપોર્ટ મુજબ હવામાન વિભાગનુ કહેવુ છે કે આગલા ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ત્રિપુરા, મધ્ય પ્રદેશમાં ગાઢ ધૂમ્મસ રહેવાની સંભવાના છે. વિઝિબિલિટી શૂન્ય થઈ જશે. આને લઈને હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ આપી દીધુ છે.

દિલ્લીમાં ઠંડીના કારણે સ્કૂલો બંધ

દિલ્લીમાં ઠંડીના કારણે સ્કૂલો બંધ

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં આજે પણ હિમવર્ષા ચાલુ રહેશે, ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યુ છે. રાજસ્થાનમાં પણ ઠંડી પડી રહી છે. આજે પણ અહીં 'કોલ્ડ ડે' છે. દિલ્લીમાં ઠંડીના પ્રકોપને જોતા દિલ્લી સરકારે તમામ સરકારી શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઠંડીના કારણે દિલ્લી સરકારની સ્કૂલોમાં ચાલી રહેલ રેમેડિયલ ક્લાસિસ પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. જો કે 2022-23 માટે 10માં અને 12માંની પ્રેકટીકલ એક્ઝામ, પ્રોજેક્ટ અસેસમેન્ટ અને ઈન્ટરનલ અસેસમેન્ટનુ કામ શિડ્યુલ પ્રમાણે ચાલતુ રહેશે. આજે દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાનો અંદાજ છે.

ટ્રેનો અને ફ્લાઈટો મોડી

ટ્રેનો અને ફ્લાઈટો મોડી

દેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં રવિવારે ધૂમ્મસના કારણે 480 ટ્રેનો પ્રભાવિત થઈ હતી. રેલવેના એક અધિકારીએ કહ્યુ કે ધૂમ્મસના લીધે લગભગ 335 ટ્રેનો મોડી ચાલી રહી હતી, 88 રદ કરવામાં આવી હતી, 31 ડાયવર્ટ કરવામાં આવી હતી અને 33 ટ્રેનો તેના સ્થાન કરતા પહેલા ખતમ કરી દેવામાં આવી હતી. ફ્લાઇટ સંબંધિત અપડેટ માહિતી માટે મુસાફરોને સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે રવિવારે સવારે લગભગ 25 ફ્લાઇટ્સ મોડી પડી હતી.

English summary
Weather Update: Cold wave in North-West India, dense fog in Delhi-NCR, orange alert issued, See IMD updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X