દિલ્હીમાં VIP કલ્ચર ખતમ કરવા માંગે છે 'આપ'

ગાજિયાબાદ, 27 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આપ દિલ્હીમાં વીઆઇપી સંસ્કૃતિ ખતમ કરવા માટે કટિબદ્ધ છે અને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં તેના ધારાસભ્યો મેટ્રો દ્વારા રામલીલા મેદાન પહોંચવાનો નિર્ણય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

મનીષ સિસોદિયાએ સંવાદદાતાઓને કહ્યું હતું કે નેતાના વીઆઇપી કલ્ચરને ખતમ કરવા માંગી છીએ. માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આપના 28 ધારાસભ્ય શપથ ગ્રહણ સમારોહ માટે મેટ્રો દ્વારા સમારોહ સ્થળ પર પહોંચશે.

aap-leader

તેમને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની સાથે હું 11 વાગે કૌશાંબી મેટ્રો સ્ટેશન પરથી ટ્રેન પકડીશ. અન્ય આપ નેતા પોતપોતાના મતવિસ્તારમાંથી મેટ્રો દ્વારા આવશે. તેમને કહ્યું હતું કે પાર્ટીએ વીઆઇપી કલ્ચર વિરૂદ્ધ પગલું ભર્યું છે કારણ કે તેમના સભ્ય વીઆઇપી નથી. તેનું લક્ષ્ય આમ આદમીને એ બતાવવા માંગે છે તેમના મુખ્યમંત્રી અને ધારાસભ્યો તેમનાથી અલગ નથી.

જ્યારે મનોજ સિસોદિયાને પૂછવામાં આવ્યું કે શું કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં અણ્ણા હઝારેને આમંત્રિત કરવામાં આવ્યા છે તો તેમને કહ્યું હતું કે તેમને આ આંગે જાણકારી નથી. તેમને કહ્યું હતું કે સરકારમાં ભાગ લેનાર ધારાસભ્યોની જાહરણ શપથ ગ્રહણ બાદ થશે. નવી સરકારની નોકરશાહી નિયુક્તિ ચર્ચા બાદ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X