Waqf Bill : વક્ફ બિલને લઈને વધુ એક મુસ્લિમ નેતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા
Waqf Bill : ભારતમાં વકફ સંશોધન બિલને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પસાર થયા બાદ હવે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના નેતા મોહમ્મદ જાવેદ પછી હવે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીથી ધારાસભ્ય અમાનતુલ્લા ખાને આ બિલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

અહેવાલો અનુસાર, વકફ સુધારા બિલ વિરુદ્ધ બે નવી અરજી દાખલ કરવામાં આવી છે. પહેલી અરજી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન દ્વારા કરાઈ છે, જ્યારે બીજી અરજી એસોસિયેશન ફોર ધ પ્રોટેક્શન ઇન ધ મેટર ઓફ સિવિલ રાઇટ્સ નામની સંસ્થાએ દાખલ કરી છે.
આ પહેલા શુક્રવારે 04 એપ્રિલે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અલગ-અલગ અરજી કરી હતી.હવે અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા વકફ બિલના વિરોધમાં કાયદાકીય પગલાં લેવામાં આવી રહ્યા છે.
અમાનતુલ્લા ખાને પોતાની અરજીમાં વકફ સુધારા બિલને સ્પષ્ટપણે ગેરબંધારણીય ગણાવ્યું છે. તેમણે લીલ કરી છે કે આ બિલ ભારતીય બંધારણની કલમ 14 (સમાનતા), 15 (ભેદભાવની મનાઈ), 21 (જીવનનો અધિકાર), 25 અને 26 (ધાર્મિક સ્વતંત્રતા), 29 અને 30 (સાંસ્કૃતિક અને શિક્ષણ અધિકારો) તેમજ કલમ 300-A (માલમત્તાના અધિકાર)નો ઉલ્લંઘન કરે છે.
તેમના મતે આ સુધારો મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારોને નબળા પાડે છે અને સરકારે પોતાની મનસ્વી સત્તા સ્થાપવાની કોશિશ કરી છે. અરજીમાં આ બિલને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
અમાનતુલ્લા ખાનની અરજીમાં એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ બિલ સરકારને એવી શક્તિ આપે છે કે તે વકફ સંપત્તિ વિશે મનમાની નીતિ અપનાવી શકે છે. તેઓએ એ પણ જણાવ્યું કે મુસ્લિમ સમુદાયના ધર્મસંસ્થાઓના વ્યવસ્થાપનનો અધિકાર સરકારે છીનવી લેવા જેવો પ્રયાસ કર્યો છે.
તેમના મતે, હિન્દુ, શીખ, જૈન ધર્મના સંસ્થાઓને કેટલીક સુરક્ષાઓ આપવામાં આવી છે ત્યાં વકફ સંસ્થાઓ માટે આવા રક્ષણો હટાવવામાં આવ્યા છે. આને લઈને વચારમાં વિસંગતતા અને લઘુમતી સમુદાય સાથે ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
