વીડિયો: બંદૂક બતાવી દિલ્હી પોલિસના ASI કર્યો રેપ, સીસીટીવીમાં કેદ
દેશની રાજધાની એવી દિલ્હીમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે વાત તો બધા જ જાણે છે! ત્યારે આ ઘટનામાં વધારો કર્યો છે તે વાતે જ્યારે એક પોલિસ અધિકારી જ એક સ્ત્રીનો ભક્ષક બન્યો. ખાખી વર્દીમાં અને લોકોની રક્ષા કરવાની પ્રતીજ્ઞા લેનાર વ્યક્તિ દ્વારા જ એક મહિલા જોડે આવું કરવામાં આવ્યું છે. જો કે આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલિસ અધિકારીની આ હેવાનિયત બધાની સામે આવી છે.
દિલ્હી પોલિસના એએસઆઇ પર 23 વર્ષની છોકરીને પિસ્તોલની નોંક પર બળાત્કાર કરવાનો આરોપ છે. પંજાબી બાગ પોલિસ સ્ટેશનમાં કામ કરતા જયવીરે દારૂના નશામાં 23 વર્ષની યુવતી જોડે દુષ્કર્મ કર્યું છે. જે બાદ કોર્ટે આરોપી એએસઆઇ અધિકારીને 14 દિવસની હિરાસતમાં મોકલ્યો છે.

જાણકારી મુજબ આવું 5 જુલાઇના રોજ બન્યું. જયવીર રાણીબાગમાં રહેતા તે વ્યક્તિના ઘરે પહોંચ્યો જેના નામ પર પંજાબી બાગ પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ઘરમાં મકાનમાલિક, તેની પત્ની અને નોકરાણી હતી. પહેલા તો તે શરાબ પીવે છે. અને પછી દારૂના નશામાં તે પિસ્તોલ બતાવીને મહિલાને ધમકાવે છે.
જે બાદ બંદૂક બતાવીને તે નોકરાનીનો રેપ કરે છે. જો કે આ તમામ વાત સીસીટીવીમાં કેદ થઇ ગઇ. ત્યારે ખાખી વર્દીમાં બેઠેલા આ વૈશી ભક્ષકનો આ વીડીયો જુઓ.












Click it and Unblock the Notifications
