પાકિસ્તાની સૈનિકનો મૃતદેહ પરત કરશે ભારત

ભારતીય સેનાએ પાકિસ્તાન DGMOના અનુરોધને મંજૂરી આપી દીધી છે અને હવે પાકિસ્તાનને તેમના સૈનિકનો મૃતદેહ પરત કરવામાં આવશે. સેનાએ એ પણ જણાવ્યું કે આ પાકિસ્તાની સૈનિક LOC પાર કર્યા બાદ માર્યો ગયો.
ભારતીય સેનાએ જણાવ્યું કે 'પાકિસ્તાનના સૈનિકોએ ભારતીય જવાનો પર ફાયરિંગ કર્યું હતું. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં 2 જવાન ઘાયલ થયા હતા. જ્યારે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સૈનિક માર્યો ગયો હતો.'
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોડી રાત્રે ફરી એકવાર પાકિસ્તાન સૈનિકો દ્વારા પોતાની નાપાક હરકત કરવામાં આવી હતી. પાકિસ્તાન આરમી દ્વારા એકવાર ફરી ભારતી સેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે એક પાકિસ્તાની સૈનિક ભારતીય સરહદમાં ઘૂસી આવ્યો હતો. જોકે ભારતીય સૈનાની ગોળીથી તે બચી શક્યો નહી અને તે ઠાર મરાયો હતો.












Click it and Unblock the Notifications
