આગામી અમુક દિવસોમાં જ દેશવાસીઓને કોરોના વેક્સીન આપવામાં સક્ષમ હોઈશુઃ આરોગ્ય મંત્રી
ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે આવનારા થોડા દિવસોમાં જ ભવિષ્યમાં આપણે આ વેક્સીન દેશવાસીઓને આપવામાં સક્ષમ થઈશુ.
નવી દિલ્લીઃ Coronavirus Vaccine Dry Run: દેશમાં કોરોના વાયરસ સામે જલ્દીએક મોટુ રસીકરણ અભિયાન શરૂ થવાનુ છે. જેના માટે મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેનુ નિરીક્ષણ કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ચેન્નઈની એક હોસ્પિટલમાં પહોંચ્યા. તેમણે અહીં ચાલી રહેલ વેક્સીનની ડ્રાય રન વિશે કહ્યુ કે અમે સુનિશ્ચિત કરી રહ્યા છે કે રાષ્ટ્રીય સ્તરથી લઈને જમીની સ્તર પર દરેક પ્રકારની માહિતી લોકો સુધી પહોંચે. લાખોની સંખ્યામાં આરોગ્યકર્મીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યુ છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.

આ દરમિયાન અહીં તમિલનાડુના આરોગ્ય મંત્રી ડૉક્ટર સી વિજયભાસ્કર પણ હાજર રહ્યા. ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે ખૂબ ઓછા સમયમાં જ ભારતે વેક્સીન વિકસિત કરીને સારુ પ્રદર્શન કર્યુ. આવનારા થોડા દિવસોમાં જ ભવિષ્યમાં આપણે આ વેક્સીન દેશવાસીઓને આપવામાં સક્ષમ થઈશુ. આ આપણા આરોગ્યકર્મીઓ બાદ ફ્રંટલાઈન કર્મીઓને આપવામાં આવશે. તેમણે કહ્યુ કે અમે 2 જાન્યુઆરીએ દેશના લગભગ 125 જિલ્લાઓમાં ડ્રાય રન આયોજિત કરી હતી અને આજે એક વાર ફરીથી આને ત્રણ રાજ્યોને છોડીને દેશભરમાં આયોજિત કરવાામાં આવી રહી છે. આ રાજ્યોમાં પહેલેથી ડ્રાય રનનુ આયોજન કરવામાં આવી ચૂક્યુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી એનજીઓને અનુરોધ કરવામાં આવે છે કે તે કોવિડ-19 રસીકરણને સુગમતાથી ચલાવવા અને સર્વોત્તમ સંભવ તરીકે લાભાર્થીઓને જોડવામાં મદદ કરે. આ સાથે જ 17 જાન્યુઆરીએ પોલિયો માટે ત્રણ દિવસીય રાષ્ટ્રીય ઈમ્યુનાઈજેશન ડ્રાઈવનુ આયોજન કરવામાં આવશે. આ ખાસ કરીને પોલિયો સાથે સંબંધિત આપણા દેશના સમગ્ર પ્રતિરક્ષા સ્તરને જાળવવા માટે જરૂરી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
