ગરમી વધશે, વરસાદના અણસાર નહિ, આ રાજ્યોમાં ગરમીની એલર્ટ
સમગ્ર ઉત્તર ભારત ગરમીની ઝપટમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના અમુક રાજ્યોમાં ભીષણ ગરમી માટે એલર્ટ જાહેર કર્યુ છે.
હાલમાં સમગ્ર ઉત્તર ભારત ગરમીની ઝપટમાં છે. ભારતીય હવામાન વિભાગે દેશના અમુક રાજ્યોમાં ભીષણ ગરમી માટે એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે કહ્યુ છે કે આગામી બે દિવસમાં દેશભરના ઘણા શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર થઈ જશે. વળી, મધ્ય ભારતના અમુક વિસ્તારોમાં તે 47 ડિગ્રી અને રાજસ્થાનમાં 48 ડિગ્રીને પાર જઈ શકે છે. જે રાજ્યો માટે એલર્ટ થયુ છે તે છે દિલ્લી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ છે જ્યાં ગરમીની અસર તેમના પડોશી રાજ્યો પર પણ પડશે.

વધશે સૂરજનો તાપ
તમને જણાવી દઈએ કે બુધવારની સવારની ગરમીની અસર રહી. લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધવામાં આવ્યુ. વળી, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ દિલ્લી-એનસીઆરનું તાપમાન ગરમ જ રહેશે. માત્ર દિલ્લી જ નહિ પરંતુ દેશના ઘણા ભાગોમાં પારો અત્યારથી જ 43 ડિગ્રીને પાર છે. ગરમી હવે તેની ચરમ સીમાએ છે અને હવામાન વિભાગનું કહેવુ છે કે દેશના ઘણા રાજ્યોમાં પારો 45 ડિગ્રીને પાર જઈ શકે છે. મંગળવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.

વરસાદની સંભાવના નહિ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી. સ્કાઈમેટના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆરમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી એક સપ્તાહ સુધી વરસાદના કોઈ અણસાર નથી.

અહીં થશે વરસાદ, ફૂંકાશે ઝડપી પવન
દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં આજે વરસાદ થઈ શકે છે. કર્ણાટકના દક્ષિણી આંતરિક ભાગો અને મંગળવાર-બુધવારે તમિલનાડુ તેમજ પુડુચેરીના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે તમિલનાડુ, કેરળ અને આંતરિક કર્ણાટકમાં ઝડપી પવન ફૂંકાશે. આ પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે થશે. આ ઉપરાંત તેલંગાનામાં પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ચોમાસુ મોડુ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરમાં અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ ન હોવાના કારણે પણ આ વર્ષે ચોમાસુ આગળ વધવામાં મોડુ થઈ રહ્યુ છે. 18 મેના રોજ અંદમાન તેમજ નિકોબાર ટાપુએ પહોંચી ગયુ હતુ પરંતુ આ હજુ આખા વિસ્તારમાં પહોંચી શક્યુ નથી આના કારણે તે કેરળના તટ પર પાંચ દિવસ મોડુ એટલે કે 6 જૂનના રોજ કેરળ પહોંચશે.












Click it and Unblock the Notifications
